Friday, 29/03/2024
Dark Mode

દે.બારીયાના કાપડી વિસ્તારમાં મોટા પાયે જુગારધામ ધમધમતો હોવાની બૂમો:સ્થાનિક પોલિસની રહેમનજર હેઠળ જુગારધામ ધમધમતું હોવાની ચર્ચાઓ

દે.બારીયાના કાપડી વિસ્તારમાં મોટા પાયે જુગારધામ ધમધમતો હોવાની બૂમો:સ્થાનિક પોલિસની રહેમનજર હેઠળ જુગારધામ ધમધમતું હોવાની ચર્ચાઓ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દે.બારીયાના કાપડી વિસ્તારમાં મોટા પાયે જુગારધામ ધમધમતો હોવાની બૂમો
  • આ વિસ્તાર જુગારધામનો એપીસેન્ટર હોવાનું જણાવતા સ્થાનિકો
  • સ્થાનિક પોલિસની રહેમનજર હેઠળ જુગારધામ ધમધમતું હોવાની ચર્ચાઓ
  • ઉચ્ચ કક્ષાએથી આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી  
  • કાપડી વિસ્તારના જુગારધામમાં કેટલાય પરિવાર બરબાદ થયા હોવાનું છૂપો ગણગણાટ 

દેવગઢ બારીઆ તા.૦૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કાપડી વિસ્તાર જિલ્લાનું જુગારધામનું એપી સેન્ટર માનવામાં આવે છે. સ્થાનીક પોલીસ તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર પણ તેનાથી અજાણ તો નથી પરંતુ તેમ છતાંય પોલીસની નજરો રહેમ હેઠળ અને ક્યાંક ને ક્યાંક હપ્તાગીરીના માહોલ વચ્ચે આ દેવગઢ બારીઆના કાપડી વિસ્તારમાં ચોવીસે કલાક જુગારના અડ્ડો બેરોકટોક ધમધમી રહ્યાં છે.ત્યારે પોલીસ તંત્ર દ્વારા સેહ શરમ રાખ્યા નગર જાે જાણિતા જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવામાં આવે તો મોટા માથાના જુગારીઓ અગણિત માત્રામાં ઝડપાઈ જાય તેમ છે.

દે. બારીઆ જુગારીઓ માટે આર્શિવાદ બની રહ્યું છે અને તેમાંય દેવગઢ બારીઆના કાપડી વિસ્તારમાં ધમધમાટ મોટામાં મોટા અને નાનામાં નાના જુગારના અડ્ડો સ્થાનીક પોલીસની નજર રહેમ હેઠળ ધમધમતાં રહે છે. બીજી તરફ જાણવા મળ્યા અનુસાર, ખુંખાર આરોપીઓ, ગુન્હાગારો અને નાસતા ફરતાં આરોપીઓ માટે આ કાપડી વિસ્તાર આશ્રય સ્થાન સમાન પણ બની રહ્યું છે.જાે પોલીસ ઓચિંતો છાપો મારે તો ઘણા નાસતા ફરતાં આરોપી, ગુન્હેગારો જે હજુ પણ પોલીસની પકડથી દુર છે તેઓને પણ ઝડપી પાડવામાં આવે તેમ છે.પરંતુ જ્યારે અહીં વાત જુગારના અડ્ડાઓની વાત કરીએ તો દે.બારીઆનો કાપડી વિસ્તાર જિલ્લા સહિત અન્ય આસપાસના જિલ્લાઓના જુગારીઓ માટે આર્શિવાદ સમાન છે. જાણવા મળ્યા અનુસાર, અહીંના સ્થાનીક જુગારના અડ્ડા ચલાવનારાઓ મજુર વર્ગ, આસપાસની ગ્રામીણ અને ભોળી ભાળી પ્રજાના આખા દિવસના કમાણી પૈસા જુગારમાં ચાઉં કરી જાય છે.અને બીચારી ભોળી ભાળી પ્રજા પણ એકના ડબલની લાલચમાં પોતાના કમાણીના પૈસા જુગારમાં વેડફી નાંખે છે.જેથી ઘણા ઘરો બરબાદ પણ જાય છે. આવા સમયે પોલીસ દ્વારા પ્રજાલક્ષી હિતને ધ્યાનમાં રાખી જાે આ કાપડી વિસ્તારમાં ધમધમટા જુગારના અડ્ડાઓ પર ઓંચિતી રેડ પાડે તો ઘણા ઘરો બરબાદ થઈ જતાં બચી શકે તેમ છે બીજી તરફ જાણવા મળ્યા અનુસાર અને દેવગઢ બારીઆ નગરમાં પ્રજાજનોમાં છડેચોક ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે, સ્થાનીક પોલીસની નજર રહેમ હેઠળ જ આ જુગારના અડ્ડાઓ ધમધમતાં હોય છે પરંતુ પોલીસ જાણે આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી કરતી નથી તો શું પોલીસને હપ્તા મળતાં હશે? જેવી અનેક ચર્ચઓ પણ નગરજનોમાં ઉઠવા પામી છે ત્યારે કાપડી વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડાઓ ઉપર પોલીસ એક્શન લઈ કાર્યવાહી કરે તેવી લાગણી અને માંગણી દેવગઢ બારીઆના નગરજનોમાં ઉઠવા પામી છે.

——————————————

error: Content is protected !!