Wednesday, 22/09/2021
Dark Mode

દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ લાઈવ….

દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ તા.23

સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દાહોદ દ્વારા ઝાયડસ મેડિકલ કોલેજ અને રક્ત દાન સેન્ટરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.જેમાં નિરંકારી મિશન ના સંતો એ સંત નિરંકારી ચેરીટેબલ ફોઉન્ડેશન ના નેજા હેઠળ 70 યુનિટનું ઉત્સાહપૂર્વક રક્તદાન કરી અનોખો સેવાનું કાર્ય કર્યું હતું.

સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી આજ રોજ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.જેમાં કોવિડ 19 ના પ્રોટોકોલ હેઠળ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ રાખતા નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું.આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય થી કરી જેમાં દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ શ્રી ભુપેન્દ્ર ભાઈ જી, તથા ઝાયડસ હોસ્પિટલ ના સીઈઓ ડોક્ટર સંજય જી, ડોક્ટર પી. ડી. મોદીજી , તથા ઝાયડસ હોસ્પિટલ ના ડોક્ટરો ની ટીમ પણ ઉપસ્થિત રહી હતી એ પશ્ચાત દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભુપેન્દ્રભાઈ જી ના હસ્તે રીબીન કાપીને રક્તદાન શિબિર નો ઉદ્ઘાટન કરવામાં આવ્યો આગળ ની માહિતી આપતા દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રી ભુપેન્દ્રભાઈ જી એ જણાવ્યું કે સંત નિરંકારી ચેરીટેબલ ફૉઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં ૧૯૮૬ થી 2021 સુધી. 6670 થી વધુ રક્તદાન શિબિર નું આયોજન કરી 11.28800 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરી ૩ લાખ થી વધુ માનવ જીવન ને ઉગારેલ છે.

તેમણે જણાવ્યું કે કોરોના કાળમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ 61 યુનિટ રક્ત માનવતાના હિતમાં સમર્પિત કરવામાં આવ્યું છે. અંતમાં ઝાયડસ હોસ્પિટલ ના સીઈઓ ડોક્ટર સંજય જી યે દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ શ્રી ભુપેન્દ્ર ભાઈ જી નો શાલ ઓઢાડીને સ્વાગત કર્યું તથા નિરંકારી મિશન નો આભાર વ્યક્ત કર્યો એમને કહ્યું કે સંત નિરંકારી મિશન ને જ્યારે પણ લોહીની જરૂર પડશે ત્યારે અમે વગર પૈસા લોઈ આપીશું તથા આવા માનવતા ના હિતના કાર્યોમાં સંત નિરંકારી મંડળ ને હામારી જરૂરત પડશે તો અમે પૂરો સહયોગ આપીને કાર્યને સફળ બનાવીશું

error: Content is protected !!