Thursday, 20/01/2022
Dark Mode

ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસીંગ પર કતલખાને જતા ચાર બળદોને બચાવાયા:બેની ધરપકડ.

ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસીંગ પર કતલખાને જતા ચાર બળદોને બચાવાયા:બેની ધરપકડ.

 બાબુ સોલંકી :- ફતેપુરા 

  • ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસીંગ રોડ થી કતલખાને જતા ચાર બળદો સહિત તેમાં સંડોવાયેલા આરોપીઓ તથા મુદ્દામાલ સાથે બેની ધરપકડ.

  •  ચાર બળદની કિંમત ૨૦,૦૦૦ તથા બોલેરો પીકપ ગાડીની કિંમત ચાર લાખ મળી કુલ ૪.૨૦ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો.

( પ્રતિનિધિ )સુખસર,તા.૭

ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ રોડથી આજરોજ પિકઅપ ડાલામાં ચાર બળદ કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની બાતમી મળતા બાતમી વાળી પીકપ ગાડીની સુખસર પોલીસે વોચ ગોઠવી તપાસ હાથ ધરતા તેમાંથી ચાર બળદ મળી આવતા પોલીસે પશુઓની હેરાફેરી કરતા બે ઈસમો ની ધરપકડ કરી છે.જ્યારે ઝડપાયેલ પશુઓની ખોરાક અને પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરી પીક-અપ ડાલુ કબજે કરેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ સવારના સુખસર પોલીસને બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે,એક સફેદ કલરના પિકઅપ ડાલામાં બળદ નંગ ચાર ખીચોખીચ ક્રૂરતાપૂર્વક દોરડાથી બાંધી કતલ કરવાના ઇરાદે બલૈયા ક્રોસિંગ રોડ ઉપરથી પસાર થઈ સંતરામપુર તરફ જનાર હોવાનું જણાવતા સુખસર પોલીસે પંચો સાથે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી બોલેરો પીકપ નંબર-જીજે.૨૦.વી-૮૭૪૨ આવતા તેને ઉભી રાખવાનો ઈશારો કરતા ગાડી ઉભી રાખતાં અને આ ગાડીમાં પંચો રૂબરૂ જોતા એક સફેદ કલરનો અને ત્રણ લાલ કલરના બળદોને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બાંધેલા નજરે પડ્યા હતા. જ્યારે પિકઅપ ડાલાના ચાલકનું નામ પુછતા પોતાનું નામ સુરેશભાઈ મનાભાઈ માલ,રહેવાસી.નીંદકાપૂર્વ ચાંદલી ફળિયા તથા તેની સાથેના ઈસમનું નામ પુછતા તેણે પોતાનું નામ નિલેશભાઈ ભરતભાઈ ડામોર રહેવાસી.જવેસી, તાલુકો ફતેપુરાનો હોવાનું જણાવેલ.જ્યારે આ ગાડીમાં જોતા બળદ ચાર જેમાં એકની કિંમત રૂપિયા ૫૦૦૦ હજાર લેખે ચાર બળદ કિંમત રૂપિયા ૨૦૦૦૦/- તથા બોલેરો પીકપ ની કિંમત રૂપિયા ૪૦૦૦૦૦/- ગણિત કુલ કિંમત રૂપિયા ૪,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી બળદો તથા પીક-અપ ડાલુ કબજે કરવામાં આવેલ છે.
ઉપરોક્ત ગુન્હા સંબંધે સુખસર પોલીસ સ્ટેશનના લક્ષ્મણસિંહ દ્વારા ફરિયાદ આપતા સુરેશભાઈ મનાભાઈ માલ તથા નિલેશભાઈ ભરતભાઈ ડામોરની વિરુદ્ધમાં પિકઅપ ડાલામાં બળદોને ટૂંકા દોરડાથી ખીચોખીચ બાંધી કતલ કરવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક ભરી ઘાસચારો તથા પાણીની સગવડ નહીં રાખી કતલ કરવાના ઈરાદે લઈ જતા પકડાઈ ગયેલ હોય તેમની વિરુદ્ધમાં પશુઓ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાનો કાયદો ૧૯૬૦ ની કલમ ૧૧ (૧) (ડી) (ઇ)(એફ)(એચ) તથા પશુ સંરક્ષણ અધિનિયમ સુધારા ૨૦૧૭ ની કલમ ૬(એ)૬(બી) ૮(૨) મુજબ કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
બોક્સ ÷ મુશ્કેટાટ બાંધી પશુઓને ખીચોખીચ ભરાય છે.

પશુઓની હેરાફેરી માટે કાયદાકીય દૃષ્ટિએ જોઈએ તો ટ્રકમાં ચારથી છ અને નાના ટેમ્પામાં બેથી ચાર પશુઓ ભરી શકાય.વાહનમાં પશુ દીઠ બે ચોરસ મીટર જગ્યા ફરજિયાત ફાળવવી જરૂરી છે.તેમજ એનિમલ વેલ્ફેર બોર્ડના સર્ટિફિકેટ વગર પશુઓની હેરાફેરી થઈ શકે નહીં.જોકે પ્રાણી ક્રુરતા નિવારણ માટેના નિયમો જળવાતા નથી.તથા મુસાફરી દરમિયાન પશુઓ માટે પૂરતું પાણી અને ઘાસચારો રાખવો પણ ફરજિયાત છે.તેમજ સૂર્યાસ્ત પછી પ્રાણીઓને ચલાવવા ઉપર પ્રતિબંધ છે. પ્રાણીઓને ડમ્પર કે કાંકરાવાળા રોડ ઉપર પાંચ કિલોમીટર થી વધુ દૂર ચલાવી ન શકાય.તથા પશુઓની હેરાફેરી દરમિયાન વેટરનરી ડોક્ટરનું સર્ટીફીકેટ આવશ્યક છે.જેમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ કે,પશુ જે-તે મુસાફરી કરવા માટે સંપૂર્ણ તંદુરસ્ત છે. તેમજ પશુનું વહન કરતા દરેક વાહનની બહાર સ્પષ્ટ વાંચી શકાય તેવા મોટા લાલ અક્ષરોમાં પશુઓ મોકલનાર અને સ્વીકારના નામ, સરનામા,ટેલીફોન નંબર,પશુઓની સંખ્યા દર્શાવવી ફરજિયાત છે,તેમજ ખોરાકની ચીજવસ્તુ અને જથ્થો દર્શાવો પણ જરૂરી છે. પરંતુ આ નિયમોનું પાલન કરવામાં આવતું નથી ત્યારે તંત્રએ સજાગતા રાખવી ખૂબ જ જરૂરી જણાય છે.

error: Content is protected !!