Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી માટે સ્પેશ્યલ ડી.વાય.એસ.પી .પરેશભાઈ સોલંકીની નિમણૂક કરાઈ

ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી માટે સ્પેશ્યલ ડી.વાય.એસ.પી .પરેશભાઈ સોલંકીની નિમણૂક કરાઈ

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી માટે સ્પેશ્યલ ડી.વાય.એસ.પી .પરેશભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી

  • ડી.વાય.એસ.પી. સોલંકી આગેવાની હેઠળ તાલુકાના ગામડાઓમાં પોલીસ દ્વારા અને સ્પેશિયલ પોલીસ ફોર્સ દ્વારા વાહન બુલેટ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી 

ફતેપુરા તા.24

ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયતની 28 સીટો માટે તેમજ તાલુકામાં સમાવેશ થયેલ જિલ્લા પંચાયતની 6 સીટો માટે નું ચૂંટણી મતદાન રવિવારના રોજ યોજાનાર હોય ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન કરવા માટે ચૂંટણી માટે ફતેપુરા તાલુકામાં સ્પેશિયલ ડી.વાય.એસ.પી. પરેશભાઈ સોલંકી ની નિમણૂક કરવામાં આવેલ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કડક અને ચુસ્ત અને સદ ન બંદોબસ્ત રાખવા માટે દાહોદ જિલ્લાના જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર ના માર્ગદર્શન હેઠળ ફતેપુરા તાલુકામાં સ્પેશિયલ ચૂંટણી પ્રક્રિયા માટે મુકાયેલા ડી.વાય.એસ.પી. પરેશભાઈ સોલંકી અને પી.એસ.આઇ. સી.બી .બરંડા દ્વારા સ્પેશિયલ પોલીસ ફોર્સ સાથે અને ફતેપુરા પોલીસ દ્વારા બુલેટ વાહનો દ્વારા તાલુકાનાં વિવિધ ગામડાઓ જેવા કે ડુંગર. ઝેર . આપતલાઈ . નવાગામ . ઉપરાંત ફતેપુરા. બલૈયા જેવા વિવિધ ગામોમાં વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટે ગ્રામજનોને માર્ગદર્શન અને સુચના આપતા હતા.

error: Content is protected !!