ચૂંટણીની જાહેરાત થતાં જ મોટા ભાગે પક્ષ પલટો થતો હોય છે.ત્યારે આજરોજ સો જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા વડવાસ ગામના સરપંચ સહિત સૌ થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર ની આગેવાનીમાં ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. ફતેપુરા ની નજીક વડવાસગામ વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે વડવાસ ગ્રામ પંચાયતના સરપંચ પણ વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા અને કાર્યકર હતા તેઓ આજરોજ પોતાની સાથે સો જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર એ પ્રવેશ કરાવતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું હતું