Tuesday, 01/07/2025
Dark Mode

વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત મિશનને ફતેપુરામાં લાગ્યો ગ્રહણ:જાહેર શૌચાલયના અભાવે ખુલ્લામાં શૌચ ક્રિયા કરતા પંથકવાસીઓ: સ્થાનિક વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે નર્કાગાર જેવી પરિસ્થિતિ….

વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત મિશનને ફતેપુરામાં લાગ્યો ગ્રહણ:જાહેર શૌચાલયના અભાવે ખુલ્લામાં શૌચ ક્રિયા કરતા પંથકવાસીઓ: સ્થાનિક વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે નર્કાગાર જેવી પરિસ્થિતિ….

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા  

વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત મિશનને ફતેપુરામાં લાગ્યો ગ્રહણ:જાહેર શૌચાલયના અભાવે ખુલ્લામાં શૌચ ક્રિયા કરતા પંથકવાસીઓ: સ્થાનિક વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે નર્કાગાર જેવી પરિસ્થિતિ:ફતેપુરામાં જાહેર સોચાલય તેમજ મુતરડી વિના લોકોને વેઠવી પડતી મુશ્કેલી:તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં પણ જાહેરમાં એક એક પણ શૌચાલય નથી:તાલુકાના ગામડાઓમાંથી આવતી પ્રજાને વેઠવી પડતી મુશ્કેલી,

ફતેપુરા તા.03

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં કોઈપણ જગ્યાએ એક પણ જાહેર સોચાલય જોવા મળતું નથી સોચાલય વિના જાહેર જનતાને ભારે તકલીફ વેઠવી પડતી હોય છે ફતેપુરા તાલુકા નું મુખ્ય મથક છે.અને તાલુકામાં 96 ગામનો સમાવેશ થયેલ છે. તેમજ આશરે ત્રણ લાખ જેટલી વસ્તી તાલુકાની છે.ફતેપુરામાં વિવિધ સરકારી કચેરીઓ આવેલ હોવાથી કચેરીના કામકાજ અર્થે પ્રજા આવતી હોય છે.નગરમાં જાહેરમાં સોચાલય ના હોવાથી બહારગામથી આવતી જનતાને ભારે હાડમારી નો સામનો કરવો પડતો હોય છે ખાસ કરીને મહિલાઓ માટે મુશ્કેલી સર્જાતી હોય છે.સરકાર શ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર સોચાલય બનાવવા માટેનું અભિયાન ચલાવવામાં આવે છે પરંતુ તાલુકાના મુખ્ય મથક પર એક પણ જાહેર સોચાલય ના હોવાથી આમ પ્રજાને કેટલી તકલીફ પડતી હશે વહીવટી તંત્ર ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા વિચાર કરવામાં આવે છે. મૂળભૂત પ્રાથમિક જરૂરિયાત પ્રત્યે આખ આડા કાન કરવામાં આવે છે.ફતેપુરા તાલુકાની પ્રજા નગરમાં એક જાહેર સોચાલય બનાવવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.

error: Content is protected !!