ફતેપુરા મામલતદાર કચેરીમાં આદર્શ આચાર સહિતા માટેની રાજકીય પક્ષોની આગેવાનોની મીટીંગ યોજાઇ:મામલતદાર પી એન પરમાર ની અધ્યક્ષતામાં મીટીંગ યોજવામાં આવી:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા વહીવટી તંત્ર આવેલ એક્શનમાં
ફતેપુરા તા.24
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં પી.એન.પરમારની અધ્યક્ષતામાં આદર્શ આચાર સહિતા માટેની મીટીંગ યોજવામાં આવી હતી.સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા માટે ની ચૂંટણી જાહેર કરતા ગુજરાત રાજ્ય માં આચારસંહિતા લાગુ થઈ જતા આદર્શ આચાર સહિતા માટે ની મીટીંગ આજ રોજ મામલતદાર કચેરીમાં મામલતદાર એન.આર.પરમાર નાયબ મામલતદાર ચૂંટણી વિપુલકુમાર ભરવાડ અને રાજકીય પક્ષના આગેવાનો ની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં આદર્શ આચાર સંહિતા તેમજ ચૂંટણી લડતા ઉમેદવાર માટે ખર્ચ કરવામાં આવતી ખર્ચની રકમ રાખવામાં આવતા હિસાબો વગેરે અંગેની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.