Friday, 19/04/2024
Dark Mode

દાહોદમાં મુખ્યમંત્રીના આગમન ટાણે પાલિકા તંત્ર દ્વારા ડિવાઈડર પરથી જુના પેવર બ્લોક કાઢી પુનઃપેવર બ્લોક લગાવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું

દાહોદમાં મુખ્યમંત્રીના આગમન ટાણે પાલિકા તંત્ર દ્વારા ડિવાઈડર પરથી જુના પેવર બ્લોક કાઢી પુનઃપેવર બ્લોક લગાવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું

સ્થાનિક તંત્ર દ્વારા જુના પેવર બ્લોક કાઢતાની તસ્વીરો 

દાહોદ શહેરમાં પાલિકા તંત્ર દ્વારા ડિવાઈડર પરથી જુના પેવર બ્લોક કાઢી પુનઃ પેવર બ્લોક લગાવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું:શહેરના સૌંદર્યકરણ માટે ઠેર-ઠેર લગાવેલા પેવર બ્લોક ગણતરીના દિવસોમાં કાઢી નખાતા પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો 

દાહોદ તા.૨૩

દાહોદ શહેરમાં નગરપાલિકાની સામે,ઝુપડા હોટેલની સામે તેમજ વિશ્રામગૃહની બહાર થોડાક જ સમય પહેલા પાલિકા તંત્ર દ્વારા નવા પેવર બ્લોક નાંખવામાં આવ્યાં હતાં. પરંતુ આ પેવર બ્લોક નાંખવાના ગણતરીના દિવસોમાં જ આ પેવર બ્લોક ઉખાડી ફરી નવા પેવર બ્લોક નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવતાં શહેરીજનોમાં કુતુહલ સહિત આશ્ચર્ય સર્જાયું છે. એવી તો શું જરૂર પડી હશે કે જુના પેવર બ્લોક કાઢી નવા નાંખવાની જરૂર પડી? આ જવાબ તો પાલિકાના જવાબદાર સત્તાધિશો જ આપી શકે તેમ છે.વધુમાં જાણવા મળ્યા પ્રમાણે લાખો રૂપિયાના ખર્ચે શહેરમાં પેવર બ્લોક નાંખવાની કામગીરીમાં આ નાણાં ક્યાં ગયા હોવાની પણ અનેક ચર્ચાઓ વહેતી થવા પામી છે.

સ્થાનિક તંત્ર દ્વારા નવા પેવર બ્લોક નાખવાની કામગીરી દરમિયાનની તસ્વીર.. 

દાહોદ સ્માર્ટ સીટી તરફ પ્રયાણ કરી રહ્યું છે અને તેમાંય શહેરમાં અનેકવિધ કામગીરીઓનો આરંભ પણ કરી દેવામાં આવ્યો છે.તે પછી કડાણા પાણીની પાઈપ લાઈનનું કામ હોય કે અંડર ગટર લાઈનનું કામ હોય.તમામ ક્ષેત્રે વહીવટી તંત્ર દાહોદને સ્માર્ટ સીટી બનાવવા અગ્રેસર રહેતી આવી છે.પરંતુ અમુક પાલિકાના કામકાજ થી ખુદ શહેરીજનો પણ આશ્ચર્ય સાથે અચંબામાં પડી ગયા છે.રસ્તાઓ જુના થઈ જતાં તેનું વારંવાર ખોદકામ કરાતું હોય તે તો ચાલો માની લઈએ પરંતુ દાહોદ શહેરમાં પાલિકાની આગળ, ઝુપડા હોટલની આગળ ભૂતકાળમાં પેવર બ્લોક નાખ્યા ના ગણતરીના દિવસોમાં પેવર બ્લોક  પાછા કાઢી લેવાતાં ક્યા હેતુથી અને કોના કહેવા પર ઉપરોક્ત જગ્યા પર પેવર બ્લોક કાઢી નાખવામાં આવ્યા હતા.  તે પાલિકા તંત્ર સહિત સામાન્ય માણસની કલ્પના બહાર ની વાત છે.તેમજ વિશ્રામગૃહની આગળ કેટલાક સમય પહેલાં જ પાલિકા દ્વારા પેવર પ્લોક નાંખવાની કામગીરી કરી હતી. પરંતુ મુખ્યમંત્રીના આગમન ટાણે જ આજ સ્થળે નવા પેવર બ્લોક નાંખવાની શું જરૂર પડી? આ સ્થાન પર જુના પેવર બ્લોક હટાવી ફરીથી નવા પેવર બ્લોર નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવા સમયે ત્યાંથી પસાર થતાં શહેરીજનોમાં અનેક સવાલો ઉઠવા પામ્યો છે. બીજી તરફ પાલિકાને લાખો રૂપિયાના ખર્ચે શહેરમાં પેવર બ્લોક નાંખવાની કામગીરી આપવામાં આવી હતી. આ તમામ નાણાં ગયા ક્યાં? જેવા સવાલો પણ અંદર ખાને ચર્ચામાં રહ્યાં છે. એકને એક જગ્યાએ બબ્બે વાર પેવર બ્લોક નાંખવાનો શું મતલબ? તેનો જવાબ પાલિકા સત્તાધિશો પાસે શહેરીજનોએ મેળવ્યો જ રહ્યો.

error: Content is protected !!