Thursday, 28/03/2024
Dark Mode

સીંગવડ તાલુકાના સીંગવડ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તમાકુનો ચેકિંગ હાથ ધરાયું

સીંગવડ તાલુકાના સીંગવડ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તમાકુનો ચેકિંગ હાથ ધરાયું

કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તાલુકાના સીંગવડ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તમાકુનો ચેકિંગ કરવામાં આવ્યું

સીંગવડ તા.08

સીંગવડ તાલુકાના સીંગવડ ખાતે દાહોદ જિલ્લા પંચાયતના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દાહોદ તથા સીંગવડ આરોગ્ય અધિકારી મછ|ર સાહેબના માર્ગદર્શન દ્વારા સીંગવડ ખાતે તમાકુ પ્રોડક્ટસની વસ્તુઓ જેવી કે વિમલ મિરાજ બુધાલાલ બીડિયો સિગરેટ વગેરે વેચતા વેપારીઓને ત્યાં ઓચિંતી મુલાકાત લેતા સીંગવડ બજારમાંથી 35 કેસો કરવામાં આવ્યા હતા. તેમાં 4800 રૂપિયાનો દંડ સ્થળ પર કરવામાં આવ્યો હતો.આ સાથે દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ તથા રણધીકપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી ને અધિકારીઓ દ્વારા વેપારીને ત્યાં જઈને તપાસ કરતાં તમાકુ ની વસ્તુ મળી હતી તેના ઉપર અધિકારીઓ દ્વારા દંડ વસુલ કરીને તેમને તમાકુ ૧૮ વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ એ તમાકુ વેચવા કે ખરીદવા કે ખાવા કે પીવા પર પકડાય તો દંડનો ગુનો થાય તેવું પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તથા વેપારીઓને સુચના આપવામાં આવી કે તમાકુ ની વસ્તુ વેચવી તે ગુનાપાત્ર છે અધિકારીઓ દ્વારા કોટપા 2003 સેનેટાઈઝર ડ્રાઈવ યોજવામાં આવી જેમાં કલમ-૬ (અ) હેઠળ ૨૦૦ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવ્યો હતો આ રીતે સિંગવડ તાલુકા માં આરોગ્ય વિભાગના સંયુક્ત ઓપરેશન થી તમાકુના વેચાણ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી

error: Content is protected !!