Friday, 29/03/2024
Dark Mode

દે. બારીઆ તાલુકાના વિરોલ ગામની મહિલા સરપંચ 6 હજારની લાંચ સ્વીકારતા એ.સી.બીના છટકામાં ઝડપાઈ

દે. બારીઆ તાલુકાના વિરોલ ગામની મહિલા સરપંચ 6 હજારની લાંચ સ્વીકારતા એ.સી.બીના છટકામાં ઝડપાઈ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.08

દેવગઢ બારીઆ તાલુકાના વિરોલ ગામની મહિલા સરપંચ દ્વારા ચાલચલગતના દાખલો આપવા તથા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળવા અંગે કાર્યવાહી કરી આપવા આ મહિલા સરપંચ દ્વારા બંન્ને કામો કરી આપવા માટે જાગૃત નાગરિક પાસે રૂા.સાડા છ હજારની માંગણી કરતાં આખરે ૬ હજાર આપવાનું નક્કી થતાં પરંતુ જાગૃત નાગરિક આ રકમ આપવા માંગતા ન હોવાથી જાગૃત નાગરિક દ્વારા આ અંગે એ.સી.બી.પોલિસનો સંપર્ક કર્યાે હતો અને આ માહિતી મળતાની સાથે જ દાહોદ એ.સી.બી. મથકના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે.અસોડા તથા તેમના સ્ટાફે આજરોજ દેવગઢ બારીઆ તાલુકાના કાળી ડુગંરી ગામે ઝટકુ ગોઠવ્યું હતું અને આ મહિલા સરપંચે લાંચના રૂા.૬ હજાર જાગૃત નાગરિક પાસેથી સ્વીકારતાની સાથે જ મહિલા સરપંચને દાહોદ એ.સી.બી.ની ટીમે રંગેહાથે ઝડપી પાડતાં દાહોદ જિલ્લાના લોભીયા અને ભ્રષ્ટ્ર્‌ સરપંચોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દેવગઢ બારીઆ તાલુકામાં રહેતા એક જાગૃત નાગરિકની પત્નીએ માહે – સપ્ટેમ્બર ૨૦૨૦ માં દેવગઢ બારીયા તાલુકામાં આવેલ આંગણવાડીઓમાં સુપરવાઇઝરની જાહેરાત પડેલ જેમાં સુપરવાઇઝરનુ ફોર્મ ભરેલ હતું જ સુપરવાઇઝરના ફોર્મ સાથે ગામના જુના સરપંચના ચાલચલગતના દાખલાની નકલ જાેડેલ હતી પરંતુ હાલના નવા સરપંચનો ચાલચાલગતનો દાખલો સુરપરવાઇઝરના ફોર્મમાં જાેડવાનો હોય જેથી જાગૃત નાગરિક દ્વારા દશેક દિવસ પહેલા નવા સરપંચને રૂબરૂમાં મળ્યા હતા અને ચાલચલગતના દાખલો આપવા તથા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળવા અંગે કાર્યવાહી કરી આપવા પણ વાત કરતાં જાગૃત નાગરિકને આરોપી દેવગઢ બારીઆ તાલુકાના ડુંગર ગામના સરપંચ વાલીબેન સુરેશભાઇ લખાભાઇ વણકરે કહેલ કે, ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ માં પસંદ પામેલ અગ્રતા ધરાવતા કુંટંબોની યાદીમાં સમાવેશ કરવા માટેનો દાખલો “ અંગેનુ ફોર્મ આપી સોગંદનામુ કરીને ફોર્મ ભરી ડોક્યુમેન્ટ જાેડી આપી દેજાે તેમ જણાવ્યું હતું ત્યાર બાદ તા.૦૬/૦૧/૨૦૨૧ ના રોજ સરપંચ વાલીબેન સુરેશભાઇ લખાભાઇ વણકરે જાગૃત નાગરિકને ફોન કર્યાે હતો જેથી જાગૃત નાગરિકે કામ બાબતે પુછતા સરપંચે જણાવેલ કે, તમારા ઉપરોકત બન્ને કામ માટે રૂપિયા સાડા છ હજાર થશે તેમ જણાવી લાંચની માંગણી કરેલ જેથી જાગૃત નાગરિકે થોડુ ઓછું વત્તુ કરવા જણાવતા તેઓ રકઝકના અંતે રૂા.૬,૦૦૦/- લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોય આજરોજ દાહોદ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કરતાં જ દાહોદ એ.સી.બી.પોલિસ મથકના પોલીસ ઈસ્પેક્ટર પી.કે.અસોડા અને તેમના સ્ટાફે કાળી ડુંગરી ગામે બસ સ્ટેશનની પાસે જ્યા લાંચની રકમ સ્વીકાર્યાનું નક્કી કરવામાં આવ્યું હતુ ત્યારે એ.સી.બી.પોલીસ વોચ ગોઠવી છુટકુ તૈયાર કરી લીધું હતું અને જેવા જાગૃત નાગરિક પાસેથી સરપંચ વાલીબેન સુરેશભાઇ લખાભાઇ વણકરે રૂા.૬,૦૦૦/- ની લાંચ સ્વીકાર્તા જ પોલીસે આ મહિલા સરપંચને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. આ ટ્રેપની જાણ વાયુવેગે દાહોદ જિલ્લાના પંચાયત સહિત ગ્રામ પંચાયત મંડળીઓમાં ફેલાતા કેટલાક ભ્રષ્ટ્રા અને લાંચીયા સરપંચ મંડળીઓમાં હાહાકાર સહિત ફફડાટ પણ ફેલાઈ જવા પામ્યો હતો.

error: Content is protected !!