Tuesday, 15/06/2021
Dark Mode

દે. બારીયાના ડાંગરીયા ગામે ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા પડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા:આશરે ત્રણ લાખના મુદ્દામાલ સાથે 13 ગેમ્બલરો ઝડપાયા

દે. બારીયાના ડાંગરીયા ગામે ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા પડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા:આશરે ત્રણ લાખના મુદ્દામાલ સાથે 13 ગેમ્બલરો ઝડપાયા

 જીગ્નેશ બારીયા :- દે. બારીયા 

દાહોદ તા.૦૪

દે.બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે ખુલ્લી જગ્યામાં ગંજી પાના પત્તા વડે ૧૩ જુગારીઓ જાહેરમાં જુગાર રમતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે આ સ્થળે ઓચિંતી રેડ પાડતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.પરંતુ પોલીસે જુગારીઓને ચારેય બાજુથી ઘેરી લેતાં ૧૩ જુગારીઓને ઝડપી પાડી દાવ ઉપરથી તેમજ અંગઝડતીમાંથી રૂા.૧૫,૯૦૦ની રોકડ તેમજ મોબાઈલ ફોન અને ૭ મોટરસાઈકલો મળી કુલ રૂા.૨,૯૨,૪૦૦ના મુદ્દામાલ સાથે ૧૩ જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ જિલ્લામાં પ્રોહી તથા જુગારની અસામાજીક પ્રવૃતિઓ પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ પ્રોહી,જુગારની પ્રવૃતિ સાથે અગાઉ સંકળાયેલ ઈસમો તેમજ ગેરકાયદેની દારૂની હેરાફેરી, પરિવહન કરતાં ઈસમોના આશ્રય સ્થાનો ઉપર પરીણામલક્ષી કામગીરી કરકવા તેમજ નાકાબંધી, વોચ રાખી પ્રોહી, જુગારના કેસો શોધી કાઢવા દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા સુચના અને માર્ગદર્શન આપતાં દેવગઢ બારીઆ પોલીસ દ્વારા આવા આરોપીઓને પકડી પાડવા માટે તાલુકામાં કોમ્બીંગ, વોચ સહિતની કામગીરીનો આરંભ કર્યાે હતો તેવામાં પોલીસને બાતમી મળી હતી કે, દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે કૃપાળુ આશ્રમની બાજુમાં રહેતો મોહમદશકીલ અબ્દુલભાઈ સિધ્ધિનો તેના રહેણાંક ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમોને બોલાવી ગંજી પાના પત્તાઓ વડે પૈસાનો હારજીતનો જુગાર રમી, રમાડી રહેલ હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમી મળતાંની સાથે જ દેવગઢ બારીઆ પોલીસનો કાફલો આ સ્થળ પર જવા રવાના થયો હતો અને સ્થળ પર જઈ ચારેય તરફથી જુગારીઓને ઘેરી લેતાં એકક્ષણે જુગારીઓમાં સ્તબ્ધતાનો માહોલ સર્જાવા પામ્યો હતો અને પોલીસે ૧૩ જુગારીઓને ઝડપી પાડી દાવ પરથી અને અંગઝડતીમાંથી રોકડા રૂા.૧૫,૯૦૦, મોબાઈલ ફોન નંગ.૬, મોટરસાઈકલ નંગ.૭ અને જુગારના સાધનો મળી કુલ રૂા.૨,૯૨,૪૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ૧૩ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!