સંતરામપુર નગરમાં ડાંગરના ટેકાના ભાવના ખરીદીમાં ડિલિવરીમા મંથર ગતિએ ચાલતી કામગીરીમાં ખેડૂતોને ભારે રોષ

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.25

સંતરામપુર નગરમાં ડાંગરના ટેકાના ભાવના ખરીદીમાં ડિલિવરીમા મંથર ગતિએ ચાલતી કામગીરીમાં ખેડૂતોને ભારે રોષ

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટેકાનો ભાવ સારો મળી રહે તેવા હેતુથી ઓનલાઇન બુક કરવાનું કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ સંતરામપુર નગરના એફસીઆઈ  ગોડાઉન ઉપર ખેડૂતો સોમવારથી પોતાનું પકવેલી ડાંગર એફસીઆઈ  ગોડાઉન પર આપવા માટે લઈને આવે છે પરંતુ કલાકો સુધી બેસી રહેવું પડે છે અહીંયા ખેડૂતો સવારથી આવી કડકડતી ઠંડીમાં પોતાની ડાંગર લઈને એફસીઆઈ  ગોડાઉન ઉપર આવી પહોંચે છે.પરંતુ વજન કરવા માટેનું એક તોલમાપ કરવા માટે એક જ કાંટો હોવાના કારણે એક ખેડૂત ને બેથી ત્રણ કલાક નીકળી જાય છે.આખો દિવસ ડાંગર આપવા માટે આખો દિવસ બેસી રહેવું પડે છે.ગુજરાત સરકાર દ્વારા નિગમ દ્વારા લેવામાં આવેલી ખેડૂતની ડાંગર અત્યારે ખેડૂતને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પૂરતી સુવિધાના અભાવે ભારે મુશ્કેલી વધી રહેલા છે ઓનલાઇન બુકિંગ માં ૭૧૦ બુક કરવામાં આવેલ હતું. પરંતુ જ એની સામે 168 ખેડૂતોના ડાંગર લેવામાં આવેલું હતું મંથરગતિ ધીમી ગતિએ કામગીરી છતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ખેડૂતોને ડાંગર જમા કરવાની તારીખ 31 ડિસેમ્બર સુધી જ હોય છે પરંતુ હજુ સુધી બુકિંગ પ્રમાણે ડાંગર હજુ સુધી લેવામાં આવેલ નથી રોજના 10 થી 15 ખેડૂતના ડાંગર લેવામાં આવે છે વજન કરવા માટેનો એક જ કાંટો અને આ પૂરતી સુવિધાના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં આવેલા છે અને ભારે આક્રોશ અને રોષ જોવા મળ્યો હતો બુકિંગ પ્રમાણે ખેડૂતોની માંગ છે કે વહેલી તકે વજન કરવા માટે કાંટા ની સંખ્યામાં વધારો કરવામાં આવે અને વહેલી તકે ખેડૂતોને ડાંગર નિગમમાં જમા થાય ખેડૂત ની માંગણી છે ફોટો એક જ વજન કાટો હોવાથી ઝડપી કામગીરી થતી નથી

Share This Article