ફતેપુરા કોર્ટમાં ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી,ફતેપુરા ના ન્યાયાધીશ શ્રી તેમજ વકીલો શ્રી પક્ષકારો સ્ટાફે શપથ લીધા હતા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ફતેપુરા ખાતે તાલુક લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે ફતેપુરા કોર્ટના ન્યાયાધીશ સાહેબ શ્રી એ એ દવે સાહેબ તથા legal assistant શ્રી ડી બી સોલંકી તથા કોર્ટનો તમામ સ્ટાફ ગણ વકીલો પી. એમ કલાલ પી સી પંચાલ સી એસ પારગી શબ્બીર સુનેલ વાલા તેમજ પક્ષકારો ની ઉપસ્થિતિ રહ્યા હતા અને તમામે ભારત દેશના નાગરિક તરીકે ઈમાનદારી અને પ્રતિજ્ઞા લીધી હતી ત્યારબાદ ફતેપુરાના જજ શ્રી અને ચેરમેન શ્રી એ એ દવે સાહેબ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ નિમિત્તે વક્તવ્ય આપી લોકજાગૃતિનું કાર્ય કરેલું હતું