Wednesday, 12/02/2025
Dark Mode

દે.બારીયા ભારતીય જનતા પાર્ટીના મહિલા મંત્રીના પતિની ફેસબુક પોસ્ટથી રોષે ભરાયેલા કોંગ્રેસના અગ્રણી દ્વારા ધમકી:ભાજપ અગ્રણી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા રાજકીય મોરચે ખળભળાટ

દે.બારીયા ભારતીય જનતા પાર્ટીના મહિલા મંત્રીના પતિની ફેસબુક પોસ્ટથી રોષે ભરાયેલા કોંગ્રેસના અગ્રણી દ્વારા ધમકી:ભાજપ અગ્રણી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા રાજકીય મોરચે ખળભળાટ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં વ્યવસાયે વકીલ અને અખીલ ભારતીય કોળી સમાજના દેવગઢ બારીઆના પ્રમુખ એવા અને દાહોદ જિલ્લા ભારતીય જનતા પક્ષના મંત્રીના પતિ દ્વારા સોશીયલ મિડીયાના ફેસબુક માધ્યમ પર પોસ્ટ મુકતાંં આ પોસ્ટથી અકળાયેલા ૨૦૧૭માં દેવગઢ બારીઆ વિધાન સભા – ૧૩૪ના નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રહી ચુકેલ શખ્શ દ્વારા વકીલને ફોન કરી બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં વકીલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાનું સામે આવતાં દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

નિર્મણસિંહ ઉર્ફે નિલેશભાઈ ફુલસીંગભાઈ ચૌહાણ (રહે.ટાવર શેરી,દેવગઢ બારીઆ) જે વ્યવસાયે વકીલ અને અખીલ ભારતીય કોળી સમાજના દેવગઢ બારીઆના પ્રમુખ હોય અને તેમની પત્નિ ગીતાબેન દાહોદ જિલ્લા ભારતીય જનતા પક્ષના મંત્રી છે. આ નિર્મણસિંહ દ્વારા આજરોજ પોતાના શોસિયલ મીડિયાના માધ્યમના ફેસબુક ઉપર એક પોસ્ટ મુકી હતી અને આ પોસ્ટ જાેતાની સાથે જ ભારતભાઈ પ્રતાપભાઈ વાખળા (રહે.લખણાયોજીયા, તા.ધાનપુર,જિ.દાહોદ) દ્વારા પોતાના મોબાઈલથી નિર્મણસિંહના મોબાઈલ ફોન પર ફોન કર્યાે હતો અને કહેલા લાગેલ કે, ફેસબુક ઉપર પોસ્ટ કેમ મુકી? ભાજપનું નામ લખને, તને કોંગ્રેસનો ભ્રષ્ટાચાર દેખાય છે, તું માપમાં રહે, મજા નહીં આવે, જેથી નિર્મણસિંહે કહેલ કે, સાચી હકીકત લખી છે, જેમાં ધાનપુર તાલુકાના કોંગ્રેસના નેતાએ પોતે ખરીદેલ અનાજનો મોટો જથ્થો સરકારમાં ટેકાના ભાવે વેચવાનું કૌંભાંડ કરેલ છે અને સાચા ખેડુતોને અન્યાય થઈ રહેલો છે, જેથી આ ભારતભાઈ વાખળા એકદમ ઉશ્કેરાયો હતો અને નિર્મણસિંહને બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.

આ ધાકધમકીના પગલે નિર્મણસિંહ ચૌહાણ દ્વારા ભારતભાઈ વાખળા વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————-

error: Content is protected !!