સંતરામપુર: પંથક વાસીઓએ વાણિજ્યિક પ્રવૃત્તિઓને બંધ રાખી બંધનો ચુસ્તપણે પાલન કરાયું

Editor Dahod Live
1 Min Read

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.29

સંતરામપુરના નગરના વેપારીઓએ સંપૂર્ણ ધંધા-રોજગાર બંધ કરીશ બંધનો ચુસ્તપણે પાલન કર્યો હતો.સંતરામપુર નગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવેલી કે રવિવારના રોજ સંતરામપુરના વેપારીઓએ ધંધા-રોજગાર અવશ્ય બંધ રાખવાના રહેશે.કોરોનાની મહામારીમાં સંતરામપુર વિસ્તારમાં કેસોની સંખ્યા નું પ્રમાણ વધતું જાય છે.નગરપાલિકાના ચીફ ઓફિસરે જાહેરાત કરી કે રવિવારના રોજ ધંધા-રોજગાર બંધ રાખવા પડશે અને ચાલુ દિવસોમાં કોઇપણ વેપારી હોય ભીડ અને ટોળા ભેગા કરવા નહીં સોશ્યલ  ડિસ્ટન્સીગ  પાલન કરવાનું રહેશે.અને સરકારની ગાઈડ લાઈન મુજબ તમામ નિયમોનું અમલ કરવાનો રહેશે આજે સંતરામપુરમાં નગરના વેપારીઓએ ચુસ્ત નિયમોનું પાલન કરીને ધંધા-રોજગાર બંધ પડેલા હતા આજે નગરમાં સંપૂર્ણ બંધ જોવા મળ્યું છે સન્નાટો છવાઇ ગયો હતો.

Share This Article