સંતરામપુર નગરમાં નવા બજાર વિસ્તારમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધ અને બફર ઝોન વિસ્તાર જાહેર કર્યો હતો.સંતરામપુર નગરમાં નવા બજાર વિસ્તાર દેના બેન્ક થી માંડીને મોટા બજાર સુધી કોરાના વાયરસની સંખ્યાબંધ પોઝીટીવ કેસ આવેલા છે.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત કડક પગલાં ભરીને નવા બજાર વિસ્તારમાં મહિસાગર જિલ્લાના કલેકટર કી આર્મી બારડ સાહેબે ના સુચના અને માર્ગદર્શન હેઠળ જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ વિસ્તાર જાહેર કરવામાં આવેલું હતું.આ વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં.ત્યાં રહેતા રહીશોના ઘરમાં સંપર્કમાં રહેવું નહીં અને સ્થાનિક રહીશોના ઘરે પોઝિટિવ કેસો આવેલા છે.તેમને ઘરમાંથી બહાર નીકળવું નહીં તેવી સૂચના આપવામાં આવેલી છે.અને આ વિસ્તારની પ્રતિબંધ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલો છે અને આ નિયમને સંપૂર્ણ રીતે પાલન કરવાનું રહેશે જિલ્લા વહીવટીતંત્ર બોર્ડ લગાવીને જાહેરાત કરી હતી.