Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર:એસટી બસના ડ્રાઇવરની સમય સૂચકતા મુસાફરી કરતી સગર્ભાબેનને દુખાવો ઉપડતા સરસણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારના તબીબોએ એસ.ટી.બસમાં સફળ ડીલીવરી કરાવી

સંતરામપુર:એસટી બસના ડ્રાઇવરની સમય સૂચકતા મુસાફરી કરતી સગર્ભાબેનને દુખાવો ઉપડતા સરસણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારના તબીબોએ એસ.ટી.બસમાં સફળ ડીલીવરી કરાવી

  ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

એસટી બસના ડ્રાઇવરની સમય સૂચકતા
મુસાફરી કરતી સગર્ભાબેનને દુખાવો ઉપડતા સરસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે એસ.ટી બસ ઉભી રાખી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારના તબીબોએ એસ.ટી.બસમાં સફળ ડીલીવરી કરાવી

સંતરામપુર તા.05

કાલે શું થશે અને અત્યારે શું થશે તેની કોઈને ખબર નથી. આવી જ કોઈક વાત છે. ગાંધીનગરના દહેગામથી આજે તા. પ મી ના રોજ પોતાના વતન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દસલા ગામે ૨૦ વર્ષીય સગર્ભા મહિલા આવવા એસટી બસમાં બેસીને નીકળ્યા હતા.
બસ તેના નિયત સ્થળે જવા પસાર થઇ રહી હતી. ત્યાં રસ્તામાં આ સગર્ભા મહિલાને અચાનક સુવાવડનો દુઃખાવો શરૂ થઇ ગયો હતો. આમ અચાનક સગર્ભા મહિલાને દુખાવો ઉપડતા એસ.ટી.બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને એસ.ટી.બસને સરસણ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે બસને લઈ જઈ ઊભી રાખીને આરોગ્ય કેન્દ્રને જાણ કરતા આરોગ્ય કેન્દ્રના આયુષ ડૉ. શૈલીબેન પટેલ તેમજ સ્ટાફ નર્સ આકાંક્ષાબેન વણકર અને શર્મિષ્ઠાબેન પટેલ તેમજ સેવક નિલેશ ખાંટની મદદથી તાત્કાલિક એસ.ટી.બસમાં પહોંચી જઈને સફળ ડીલીવરી કરાવી હતી.
આ સગર્ભા મહિલાને અધૂરા માસે ડીલેવરી થતાં બાળકનું વજન ઓછું હોવાથી માતા અને બાળકને વધુ સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા આયુષ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
આમ એસ.ટી બસના ડ્રાઇવરની સમય સુચકતા અને આરોગ્ય કેન્દ્રના તબીબી અને સહાયક સ્ટાફે સગર્ભા મહિલાને ત્વરિત સારવાર આપીને ઉગારી લીધી હતી.

error: Content is protected !!