સુખસર:આગામી તહેવારોને અનુલક્ષીને પોલિસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

Editor Dahod Live
1 Min Read

      હિતેશ કલાલ :- સુખસર 

દિવાળીના તહેવારને અનુલક્ષીને સુખસર પોલીસ દ્વારા ફ્લેઞમાર્ચ યોજાઈ,પોલીસ અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરાયું.

 સુખસર તા.11

દિવાળી ના તહેવારને અનુલક્ષી ને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સુખસર પોલીસ દ્વારા નગરમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા અપીલ કરાઇ હતી.

દાહોદ જિલ્લા સહિત સુખસર પંથકમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને માર્કેટમાં ચહલપહલ જોવા મળી રહી છે બહારગામ મજૂરી અર્થે ગયેલા શ્રમિકો અને નોકરિયાત વર્ગ વતન આવી રહ્યા છે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે જેથી ટ્રાફિકની સમસ્યા જળવાય અને અગર તો બનાવ ન બને તે અર્થે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર ઝાલોદ ડીવાયએસપી જાદવ ના

માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ચુસ્ત નિગરાણી રાખવામાં આવી રહી છે બુધવારના રોજ પોલીસ મથકના પી.એસ.આઇ એસ.એન બારીયા સહિત સ્ટાફ દ્વારા ફલે્ઞ માર્ચ યોજવામાં આવી હતી અને ફુટ પેટ્રોલીંગ શરૂ કરાયું હતું. તેમજ કોરોના થી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરાઇ હતી.

Contents

 

Share This Article