Monday, 20/09/2021
Dark Mode

ઝાલોદ પાલિકા ઉપપ્રમુખ મર્ડર કેસ: મધ્યપ્રદેશના ઢાબા માલિક સહિત બે લોકોને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા

ઝાલોદ પાલિકા ઉપપ્રમુખ મર્ડર કેસ: મધ્યપ્રદેશના ઢાબા માલિક સહિત બે લોકોને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના કાઉન્સીલર હિરેન પટેલના મોતના બનાવમાં અગાઉ ચાર આરોપીઓને દાહોદ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારે આ કાવતરૂં રચવામાં સામેલ  એવા મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહેદપુરમાં આવેલ એક ઢાબાના માલિક સહિત બે આરોપીની દાહોદ એલ.સી.બી. પોલીસે ધરપકડ કરી છે અને આ મહેદપુરના ઢાબા ઉપર હિરેન પટેલના મોતનું સુનિયોજીત કાવતરૂં ઉભુ કરવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.
તારીખ ૨૭મી ઓક્ટોબરના રોજ ઝાલોદ નગરપાલિકાના કાઉન્સીલર હિરેન પટેલના મોતને માર્ગ અકસ્માતમાં ખપાવવા ૨૦૦૨ના ગોધરા કાંડના કુખ્યાત આરોપી એવા ઈરફાન પાડા, ઝાલોદના બુટલેગર અજય કલાલ તેમજ મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો મળી આ ચાર આરોપીઓ દ્વારા એકબીજાના મેળાપીપણામાં અજય કલાલ પાસેથી સોપારી લઈ હિરેન પટેલને બોલેરો ડાલા ગાડીની અડફેટમાં લઈ મોત નીપજાવ્યું હતુ. આ સમગ્ર પ્રકરણમાં ઉપરોક્ત ચારેય આરોપીની થોડાક જ સમયગાળામાં દાહોદ જિલ્લા પોલીસની સંયુક્ત પોલીસે ધરપકડ કર્યા બાદ તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો ત્યારે એલ.સી.બી., એસ.ઓ.જી. અને પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમોએ મધ્યપ્રદેશ તરફ આ કેસની કડીઓ મેળવવા તપાસનો સીલસીલો શરૂ કર્યાે હતો અને તપાસમાં ગાડી નંબર એમ.પી.૦૯.સી.કે.૪૯૮૧ના આરોપીઓને ગુનો કરવા માટે પુરી પાડેલ તે આરોપીઓના નામ ખુલ્યા હતા અને આ મર્ડરનો પ્લાન ઉજ્જૈનના મહેદપુર ખાતે આવેલ ઢાબાના માલિક બાલારામ ભુવાનજી ભીલવાડાના ઢાબા ઉપર અને તેની સાથે સલીમ ઉર્ફે કાળાભાઈ ખાજુભાઈ શેખ (રહે.મહેદપુર) હિરેન પટેલના મોતના એક દિવસ અગાઉ ઝડપાયેલા ચાર અને આજે વધુ ઝડપી પાડવામાં આવેલ આ બે આરોપીઓ મળી તમામે આ ઢાબા ઉપર  હિરેન પટેલની મોતનું સુનિયોજીત કાવતરૂં રચ્યું હતુ. ગુનાને અંજામ આપવા માટે બોલેરો ગાડી સલીમ શેખ મારફતે ભાડે મંગાવી આરોપીઓને પુરી પાડી હતી. પોલીસની ટીમો દ્વારા મધ્યપ્રદેશના મહેદપુર ખાતે કેમ્પ રાખી વેશપલ્ટો કર્યાે હતો અને આરોપીઓની વોચ ગોઠવી તેઓની ઉપર નજર રાખી રહ્યા હતા. આ દરમ્યાન ઢાબાના માલિક બાલારામ ભુવાનજી ભીલવાડા અને ગુન્હામાં વપરાયલ બોલેરો ગાડી ભાડે મંગાવી આપનાર સલીમ  ઉર્ફે કાળાભાઈ ખાજુભાઈ શેખને વોચ દરમ્યાન દાહોદ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા હતા અને દાહોદ ખાતે લઈ આવ્યા હતા. આ બાદ તેઓની સઘન પુરછપરછ કરતાં હિરેન પટેલના મોતના એક દિવસ અગાઉ તમામ આરોપીઓ પોતાના ઢાબા પર ભેગા થયા હતા અને ત્યા સુનિયોજીત કાવતરૂં રચ્યું હોવાની કબુલાત પણ કરી હતી. વધુમાં પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યા અનુસાર, આ મર્ડરને અંજામ આપવા માટે આરોપી ઈરફાન પાડાએ ઢાબા ઉપર એકત્રિત થયેલ આ બે આરોપીઓને ૪ લાખ આપવાનું પણ નક્કી કર્યું હોવાનું બહાર આવ્યું છે. હિરેન પટેલના આ સમગ્ર મોતના મામલાને દાહોદ જિલ્લા પોલીસ ગંભીરતાથી લઈ રહી છે અને કોઈ પણ ચુક કે નિષ્કાળજી લેવા માંગતી ન હોવાને કારણે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ આ ગુન્હામાં સીધી કે આડકતરી રીતે કોઈપણ આરોપીની સંડોવણી જણાઈ આવશે તો તેની વિરૂધ્ધ કડક હાથે કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.
———————————

error: Content is protected !!