Monday, 20/09/2021
Dark Mode

ફતેપુરાના પાટડીયામાં ગરીબોને અનાજ પુરવઠો કુપન સાથે આપવાનું શરૂ કરાયું,બે મહિનાથી અનાજનો જથ્થો મળ્યો ન હોવાની રજૂઆત થઇ હતી,સરપંચની રજૂઆતથી કુપનમાં દર્શાવેલ અનાજ પુરવઠાનો જથ્થો મળતાં પ્રજામાં આનંદ છવાયો,તાલુકાની તમામ દુકાનોમાં કુપન મુજબ જથ્થો આપવામાં આવે તે જરૂરી

ફતેપુરાના પાટડીયામાં ગરીબોને અનાજ પુરવઠો કુપન સાથે આપવાનું શરૂ કરાયું,બે મહિનાથી અનાજનો જથ્થો મળ્યો ન હોવાની રજૂઆત થઇ હતી,સરપંચની રજૂઆતથી કુપનમાં દર્શાવેલ અનાજ પુરવઠાનો જથ્થો મળતાં પ્રજામાં આનંદ છવાયો,તાલુકાની તમામ દુકાનોમાં કુપન મુજબ જથ્થો આપવામાં આવે તે જરૂરી

  હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરાના પાટડીયા માં ગરીબોને અનાજ પુરવઠો કુપન સાથે આપવાનું શરૂ કરાયું,બે મહિનાથી અનાજનો જથ્થો મળ્યો ન હોવાની રજૂઆત થઇ હતી,સરપંચની રજૂઆતથી કુપનમાં દર્શાવેલ અનાજ પુરવઠાનો જથ્થો મળતાં પ્રજામાં આનંદ છવાયો,તાલુકાની તમામ દુકાનોમાં કુપન મુજબ જથ્થો આપવામાં આવે તે જરૂરી

 સુખસર.તા.20
ફતેપુરા તાલુકા ના પાટડીયા ગામે છેલ્લા બે મહિનાથી દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાનના સંચાલક દ્વારા ચાલુ મહિના સહિત બે માસથી ગામની પ્રજા ને સસ્તા અનાજનો પુરવઠો આપવામાં ના આવતા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બાબતના સમાચાર પ્રસિદ્ધ થતાં જ પુરવઠા મામલતદારએ સ્થળ મુલાકાત કરી હતી.અને સરપંચની રજૂઆતને પગલે ગરીબોને મળતું અનાજ પુરવઠની કૂપન સાથે દર્શાવેલ અનાજ પુરવઠો આપવાની શરૂઆત કરાવી હતી. કુપન મળવાથી પહેલા કરતા  વધુ જથ્થો મળતાં પ્રજામાં આનંદ છવાયો હતો.
હાલમાં કોરોના મહામારીને લઇ ગ્રામીણ વિસ્તારની ગરીબ પ્રજાને ખાવા માટે અનાજ પુરવઠો મળી રહે અર્થે પ્રધાનમંત્રી યોજના હેઠળ મફતમાં અનાજ આપવામાં આવી રહ્યું છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ રાહત દરે અનાજનો જથ્થો આપવામાં આવે છે.હાલમાં ચોમાસુ પણ નિષ્ફળ રહી હોવાથી પૂરતા પ્રમાણમાં અનાજ પાક્યું નથી અને ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે જેમાં ફતેપુરા તાલુકાના પાટડીયા ગામે છેલ્લા બે મહિનાથી પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારના સંચાલક દ્વારા અનાજનો જથ્થો આપવામાં આવ્યુ ન હોવાનું તેમજ પ્રધાનમંત્રી યોજના અંતર્ગત અપાતા મફત અનાજમાં પણ બે મહિનાનું અનાજ બારોબાર ચાઉ કરી દેવાયો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે બાબતે ના સમાચાર પ્રસિદ્ધ થતા જ પુરવઠા મામલતદાર એ સ્થળ તપાસ કરી હતી.અને રેશનકાર્ડ ધારકોના જવાબો લીધા હતા. જેમાં સરપંચ જાલુભાઇ સંગાડા એ ધારદાર રજૂઆતો કરી હતી કે સરકાર દ્વારા આપવામાં આવતા જથ્થાની વિગત સાથેની કુપન આપવામાં આવે તો જ અમો જથ્થો લઈશું જેથી મંગળવારથી સંચાલક દ્વારા રેશનકાર્ડ ધારકોને કુપન સાથે ના જથ્થા મુજબ અનાજ પુરવઠો આપવાની શરૂઆત કરાઈ હતી જેને લઇને પ્રજામાં આનંદ છવાયો હતો તેમજ અગાઉ મળતા જથ્થા કરતા કુપન માં દર્શાવેલ વધુ જથ્થો મળતો હોવાનું રેશનકાર્ડ ધારકો કે જણાવ્યું હતું.

પાટડીયા ગામમાં અનાજનો જથ્થો ન મળતો હોવાની રજૂઆતો તેમજ આ બાબતના સમાચાર જોઈ સ્થળ મુલાકાત કરી જરૂરિયાત મંદોને રાબેતા મુજબ અનાજનો જથ્થો આપવાનું શરૂ કરાયું :- બીપીનભાઈ ડીંડોર (પુરવઠા મામલતદાર ફતેપુરા)

 પાટડીયામાં ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.અને સમાચાર છપાયા હતા.જેથી જિલ્લા પુરવઠા અધિકારીની સૂચનાથી અમોએ સ્થળ તપાસ કરી હતી.જેમાં સ્ટોક મળી આવેલ છે.તેમજ કુપનમાં દર્શાવેલ જથ્થા મુજબ જથ્થો આપવાની શરૂઆત કરાવી છે.તેમજ પ્રધાનમંત્રી યોજનાનો જથ્થો પણ આપવાની સૂચના આપી છે તમામ અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલ્યો છે.
 અમારા ગામમાં પૂરતો જથ્થો ન મળતો હોવાની રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા સ્થળ મુલાકાત લઇ અનાજના જથ્થાનું વિતરણ રાબેતા મુજબ શરૂ કરાયો:- જાલુ ભાઈ સંગાડા ( સરપંચ પાટડીયા)
અમારા ગામમાં સંચાલક ગ્રામજનોને છેલ્લા બે મહિનાથી  અનાજનો પુરવઠો આપ્યો ન હતો.અમોએ મામલતદારને આવેદનપત્ર આપતા નાયબ મામલતદારે સ્થળ મુલાકાત કરી હતી.અને કુપનમાં દર્શાવેલ કુપન સાથે જથ્થો આપવાની શરૂઆત કરાવી છે. તેમજ પ્રધાનમંત્રી યોજના નો મફત અપાતો જથ્થો પણ આ મહિનામાં આપી દેવાની સૂચના અપાઈ છે.જયારે આ બાબતે કેટલાક ગ્રામજનો જણાવ્યું કે અમોને અગાઉ જથ્થો મળતો હતો.તેના કરતાં કુપનમાં દર્શાવેલ વધુ જથ્થો હોવાનું જાણવા મળ્યું છે આ મહિને અમોને કુપન માં દર્શાવેલ વધુ જથ્થો મળ્યો છે. જેથી તાલુકાની તમામ સસ્તા અનાજની દુકાનોમાં કુપન મુજબ મળે એવો ગ્રામજનોએ  આગ્રહ રાખવો જોઈએ.
error: Content is protected !!