ફતેપુરા નગરને પાણી પુરૂ પાડતા કુવામાંથી એક વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા નગરમાં તળાવ ફળિયામાં આવેલ વડલા વાળા કૂવામાંને એક વ્યક્તિ મરણ પામેલ અવસ્થામાં મળી આવતા ચકચાર,ફતેપુરા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફતેપુરા તા.06

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમા અર્બન બેંકની ગલીમાં રહેતા મુકેશકુમાર રામચંદ્ર દરજી ઉંમર વર્ષ આશરે ૩૫ તળાવ ફળિયામાં આવેલ વડલા વાળા કૂવામાં કોઈ અગમ્ય કારણોસર કુવામાં પડી પાણી પી જતા મરણ થયેલ હતું જેઓનું મૃતદેહ ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાજર ડોક્ટર રીતેશભાઈ રાઠવા પોસ્ટમોર્ટમ કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ હતી.જાહેરાત આપનાર અશ્વિનકુમાર તોરાચંદ દરજી ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા ફતેપુરા પોલીસ એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અહીંયા તે જાણવું જરૂરી છે.કે આ વડલા વાળુ પાણીનો કુવો વર્ષો જૂનો પાણીનો કૂવો છે. જેનો આજે પણ લોકો પાણી પીવા તેમજ વાપરવા માટે ઉપયોગ કરે છે. સરપંચ દ્વારા તાત્કાલિક આ પાણીના કૂવાને કુવામાથી પાણી ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે

Share This Article