સંતરામપુર નગરમાં તંત્ર દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યો
સંતરામપુર તા.28
સંતરામપુર નગરમાં આજરોજ મામલતદાર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ તંત્ર દ્વારા નગરમાં પેટ્રોલિંગ કરીને કેટલાક વેપારીઓ માસ વગર દેખાતા દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
મહિસાગર જિલ્લામાં દિનપ્રતિદિન કોરોની સંખ્યાઓમાં વધારે જ થઈ રહેલી જ ત્યારે સરકારી તંત્ર દ્વારા માસ્ક અવશ્ય કરવા માટે સુચના આપવામાં આવેલ હતી અને સાથે સાથે કેટલાક વ્યક્તિઓને દંડ વસૂલ કરવાના બદલે મફતમાં માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે સુચના આપવામાં આવેલી હતી માસ્ક અવશ્ય લગાવો અને સુરક્ષિત રહો આજરોજ સંતરામપુર નગરમાં સંયુક્ત તંત્ર દ્વારા અભિયાન ચલાવવામાં આવેલું હતું અભિયાનમાં મામલતદાર કે જે વાઘેલા નગરપાલિકાના ચીફ ઓફિસર દિલીપ હટિલા પી.એસ.આઇ ખરાડી અને તમામ સ્ટાફ સાથે રહીને નગરમાં ફરીને માસ્ક પહેરવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી