ફતેપુરા તાલુકાના નાનીઢઢેલીમાં વૃક્ષ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી,હત્યા કે આત્મહત્યા પોલીસ તપાસ માં જોતરાઇ

Editor Dahod Live
1 Min Read

 બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના નાનીઢઢેલીમાં વૃક્ષ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી,હત્યા કે આત્મહત્યા પોલીસ તપાસ માં જોતરાઇ.

 સુખસર,તા.૧૭

ફતેપુરા તાલુકામાં સમયાંતરે શંકાસ્પદ મોતના બનાવો બનતા રહે છે તેમાં ગત આઠેક દિવસ આગાઉ નાનાબોરીદા માં એક વૃદ્ધાની લાશ તેમના મકાન પાસેના કૂવામાંથી મળી આવી હતી.જેની ચર્ચાઓ હજી શમી નથી ત્યાં જ આજરોજ

નાનીઢઢેલીની પરિણીતા પારગી નિશાબેન શરદભાઈ પારગી ઉંમર વર્ષ ૨૮ ની લાશ ગામની નદી પાસે આવેલ વૃક્ષ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઇ હોવાનું જાણવા મળે છે.તેમજ પંચનામા બાદ લાશના પી.એમ.માટે સુખસર સરકારી દવાખાનામાં લાવવા ની પણ તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આશાસ્પદ મહિલાના કમોતથી પંથકમાં તરેહ તરેહની ચર્ચાઓ પણ ચાલી રહી છે. પરંતુ સાચી હકીકત પી.એમ.રિપોર્ટ તથા સ્થાનિકો સહિત પિયરિયાઓના જવાબો ઉપરથી હત્યા છે કે આત્મહત્યા?અને હત્યા કરી હોય તો કોણે ?અને આત્મહત્યા કરી હોય તો કયા કારણોસર?ની સત્ય હકીકત પ્રકાશમાં આવશે તેમ પણ જણાઈ રહ્યું છે.

Share This Article