ફતેપુરા તાલુકા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા શિક્ષકને કોરોના પોઝિટિવ આવતા ચકચાર
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ તાલુકા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા શિક્ષકને કોરાણા પોઝિટિવ રિપોર્ટ આવતાં શિક્ષક હાલ સંતરામપુર સરકારી દવાખાનામાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે ફતેપુરા નગરમાં આવેલ તાલુકો કુમાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરતા શિક્ષક શૈલેન્દ્ર કુમાર પ્રેમચંદ પ્રજાપતિ ને કોરોના રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં ચકચા ર મચી જવા પામેલ છે આરોગ્ય ટીમ દ્વારા આ શિક્ષકને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા લેવા જતા શિક્ષક દ્વારા સંતરામપુર મુકામે આવેલ સરકારી દવાખાનામાં લઈ જવા માટે આગ્રહ કરવામાં આવતા હાલમાં આ શિક્ષક સંતરામપુર મુકામે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે ફતેપુરા નગરમાં દિવસે દિવસે કોરોના પોઝિટિવ કેસો આવતા હોય ચિંતાનો વિષય છે બે દિવસ અગાઉ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મનોજભાઈ કલાલ ને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જનતા એ મોઢા પર માસ્ક અને ભીડ વળી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ અને સોશિયલ distance ફરજિયાત રાખવું જરૂરી છે જેથી કોરોના સંક્રમણ ઓછું થવાના સંભવ રહે છે.