Friday, 19/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો:આજના નવા 8 કેસોના ઉમેરા સાથે કોરોનાનો આંક 1048 પર પહોંચ્યો a

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો:આજના નવા 8 કેસોના ઉમેરા સાથે કોરોનાનો આંક 1048 પર પહોંચ્યો a

   નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.24

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.દાહોદમાં rtpcr માં ચાર તેમજ રેપિડ ટેસ્ટમાં ચાર દર્દીઓ મળી કુલ 9 નવા કેસોના ઉમેરા સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો આંક 1048 પર પહોંચ્યો છે.જ્યારે વધુ 19 દર્દીઓ આજે કોરોના મુક્ત થતાં હાલ 204 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે આજરોજ વધુ એક દર્દીનું મોત નિપજતા કોરોના કાળમાં અત્યાર સુધીમાં કુલ ૫૭ લોકો મોતને ભેટયા છે.

વધુ મળતી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગે rtcpcr માં 153 તેમજ રેપિડના 938 મળી કુલ 1091 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણીઅર્થે મોકલતા તે પૈકી 1083 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે (1)સચિન રમેશચન્દ્ર મોઢીયા(પડાવ, દાહોદ)ઉ.વર્ષ.36,(2)સાજન ભાઈ ભગાભાઈ કટારા (રહે.બાવકા) ઉંમર 23,(3)
મછાર નરેશકુમાર દીતાભાઈ, (રહે.મછાર ફળીયુ બંબેલા) ઉં.વર્ષ 24,(4)અલકાબેન દિનેશભાઇ પરમાર(રહે.અમનદીપ સોસાયટી,ચાકલીયા રોડ)ઉ.વર્ષ.50 જ્યારે
(1)મુસ્લિમ બુરહાન ઝુમ્મર વાલા(રહે.દાહોદ)ઉ.વર્ષ.37,(2) ભાવનાબેન મેહુલ કુમાર પરમાર(રહે.સરકારી બોરડી, નિશાળ ફળિયું) ઉં.વર્ષ 22,(3) કટારા ગીતાબેન મગનભાઈ (રહે.વાંદરીયા કટારા ફળિયા)ઉ.વર્ષ 24,(4) બેરાવત જીગ્નેશ કમલભાઈ (રહે.હિમાળા ગામતળ) ઉંમર વર્ષ 24, મળી કુલ ૮ કોરોના સંક્રમિત જાતિઓ કોરોના સંક્રમિત દર્દીઓનો સમાવેશ થયો છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.તેમજ કન્ટેન્મેન્ટ ઝોનમાં સેનેટાઈઝ સહિત દવાના છંટકાવની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે.

error: Content is protected !!