પાંચ માસના લગ્ન જીવનનો કરુણ અંજામ,દે.બારીયાની પરણિતાનું રહસ્યમય મોત: ઘરમાં એકલી જેબા લોહીલુહાણ હાલતમાં મળતા અનેક શંકા કુશંકા,શરીર પર અનેક ઇજાના નિશાન, હત્યાની આશંકા: પોસ્ટમોર્ટમ બાદ મોત પોસ્ટમોર્ટમ બાદ મોતના કારણ પરથી પડદો ઉઠશે

Editor Dahod Live
2 Min Read

મઝહર અલી મકરાણી, દે.બારીયા 

દેવગઢ બારીયા નગરના પીઠા વિસ્તારમાં એક પરણિતા ની લાશ લોહીથી લથપથ હાલતમાં મળી આવતા અનેક શંકા-કુશંકા, પાંચ માસ અગાઉ લગ્ન કરી આવેલી મહિલાને ઇજાના અનેક નિશાન,  મહિલાના મોતને લઇ અનેક શંકા-કુશંકા પોલીસ ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોતરાઇ

દે.બારીયા તા.14

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીઆ નગરના ધાનપુર રોડ ઉપર પીઠા વિસ્તારમાં રહેતા પઠાણ હમીદખાનના પુત્ર આમિરખાન ના લગ્ન પાચ માંસ અગાઉ રાજસ્થાનના બાસવાડા પઠાણ ઝેબા ખાન સાથે થયા હતા.જે લગ્ન પછી તેની પત્ની તેમજ માતા પિતા સાથે જોડે રહેતા હતા જ્યારે તેનો એક ભાઈ ઘરના બીજા માળે તેના પરિવાર સાથે અને અન્ય એક ભાઈ તેના ઘરથી થોડે દૂર અલગ રહે છે.ત્યારે આજે બપોરના આમિર ખાન ની માતા તેના બીજા ભાઈ ના ઘરે હતી.અને તેના પિતા નોકરી ઉપર હતા.જ્યારે ઝેબાં ખાન ઘરે એકલી હતી.ત્યારે બપોરનાં તેનો પતિ આમિરખાન પણ ગાડી લઈને વર્ધીમાં ગયો હતો.ત્યારે સાંજના સમયે ઝેબાં ખાનની સાસુ અને સસરા ઘરે જતા ઝેબાં ઘરની અંદર લોહીથી લથપથ હાલતમાં પડેલી હતી.ત્યારે તેના સસરા હમીદ ખાને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરતા તેના શરીર ઉપર ઇજાના નિશાન જોવાતા આ આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.ત્યારે આ બનાવ ને જોતા અનેક શંકા-કુશંકા ઉભી થવા પામી છે.ત્યારે આ સમાચાર લખાય ત્યાં સુધી પોલીસ મથકે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.ત્યારે પોલીસ પણ આ બનાવને લઇ મરણ જનારના પતિ તેમજ તેના સાસુ સસરા સહિત તેના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી આત્મહત્યા કે પછી મર્ડર છે.જેની વધુ તપાસ કરી રહી છે. ત્યારે હાલ મરણ જનાર ઝેબાં ખાનની લાશનું પીએમ થયા પછી અનેક કડીઓ મળી આવે તેમ છે.ત્યારે પોલીસ અત્રે બનાવવા નો ભેદ કેટલા દિવસોમાં ઉકેલે છે. તે જોવાનું રહ્યું.

Share This Article