ગરબાડા નગરમાં વધુ 2 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવતા ગરબાડાનો કુલ આંક આઠ પર પહોંચ્યો,બે-ત્રણ દિવસ પહેલા આ જ પરિવારમાં એક સાથે ચાર કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરી બંનેને દાહોદ ઝાયડસ ખાતે મોકલવામાં આવ્યા
ગરબાડા તા.10
ગરબાડા નગરમાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવતા નગરમાં ચકચાર મચી જવા પામી હતી.તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 9 જેટલા કોરોનાના કેસ ગરબાડા નગરમાં થવા પામ્યા છે.પોઝિટિવ આવેલ બન્ને વ્યક્તિઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દાહોદ ખાતે મોકલવામાં આવ્યા છે.
ગરબાડા બસ સ્ટેશન વિસ્તાર માં રહેતા રમેશભાઈ પ્રજાપતિ અને તુલસીબેન શંકરભાઈ પ્રજાપતિનો તારીખ ૧૦ મી ના રોજ રેપિડ ટેસ્ટમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી સૂચનો અને કાર્યવાહી કર્યા બાદ બંને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આજ પરિવારમાં બે ત્રણ દિવસ પહેલા પણ ચાર જેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા. . આમ કુલ એક જ પરિવારમાં છ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા. હતા તેમજ તેમના જ પરિવારમાં અગાઉ કોરોના પોઝિટિવ આવેલ
શંકરભાઈ હરિલાલ પ્રજાપતિ,ચેતનાબેન શંકરભાઈ પ્રજાપતિ,ઉર્વશીબેન શંકરભાઈ પ્રજાપતિ તથા ધર્મેશભાઈ શંકરભાઈ પ્રજાપતિ ને હોમઆઈસોલેશન કરવામાં આવ્યા. છેલ્લા ચાર પાંચ દિવસથી ગરબાડા નગર માં કોરોના ના દર્દીઓ મા વધારો થતા સમગ્ર નગરમાં ભયનો જ માહોલ જોવા મળી રહ્યો છે