સંતરામપુરમાં નગરજનો માસ્ક પહેરવાનું ભુલતા દંડાયા:પોલિસે સઘન ઝુબેશ ચલાવી હજારો રૂપિયાના દંડની વસુલાત કરી

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.07

સંતરામપુરમાં પોલીસ વિભાગ દ્વારા માસ વગર ફરતા સંખ્યાબંધ વ્યક્તિને દંડ ફટકાર્યો સંતરામપુર નગરમાં પોલીસ વિભાગ દ્વારા નગરના દરેક વિસ્તારોમાં સંતરામપુર પોલીસ ના પીઆઇ અલ્પેશ પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા દરેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને માસ પહેલા વગર નીકળેલા તમામ વ્યક્તિઓને 200 રૂપિયા લેખે પાવતી આપીને દંડ આપવામાં આવેલો હતો દુકાનમાં વેપારીઓને બેઠેલા દરેક વેપારીઓને અને વ્યક્તિઓને માસ્ક  અવશ્ય પહેરવાની સુચના આપવામાં આવી હતી.કોરોનાવાયરસને લઈને દિવસે દિવસે સંખ્યા વધતી જાય છે.અને તંત્ર દ્વારા સતત સુચના આપવામાં આવેલી છે કે દરેક વ્યક્તિએ માસ્ક અવશ્ય પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ  અમલ કરવો તેમ છતાંય સંતરામપુર નગરમાં કોઈ પ્રકારનો નિયમોનું પાલન કરવામાં આવતું જ નથી.આજરોજ પોલીસ વિભાગ દ્વારા નગરના દરેક વિસ્તારોમાં ફરીને માસ્ક  અવશ્ય પહેરવું અને નિયમનું પાલન કરવાની બાબતે સુચના આપવામાં આવેલી હતી.

Share This Article