Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ:જિલ્લા વિકાસ અધિકારી સહીત 5 લોકો કોરોના પોઝીટીવ નોંધાતા ખળભળાટ:એકનું મોત,દાહોદ જિલ્લામાં એક્ટિવ કેસોની આંકડો 23 પર પહોંચ્યો

દાહોદ:જિલ્લા વિકાસ અધિકારી સહીત 5 લોકો કોરોના પોઝીટીવ નોંધાતા ખળભળાટ:એકનું મોત,દાહોદ જિલ્લામાં એક્ટિવ કેસોની આંકડો 23 પર પહોંચ્યો

    જીગ્નેશ બારીયા @ દાહોદ 

  દાહોદ તા.06

દાહોદ જિલ્લામાં આજરોજ જિલ્લા વિકાસ અધિકારી સહીત 5 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 136 જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજરોજ આવતા 136 સેમ્પલો પૈકી 131 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે જિલ્લા વિકાસ અધિકારી સહીત 5 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.જોકે ટૂંક સમય પહેલા જ શોશ્યલ મીડિયામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોરોના સંક્રમિત થયા હોવાની વાતોથી વહીવટી તંત્રમાં ઉતેજના ફેલાઈ જવા પામી હતી જોકે સાંજ પડતા પડતા તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લા પંચાયતની શાખાઓમાં ભયની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.જ્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત કચેરી સહીત ડીડીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળમાં જોતરાઈ ગઈ હતી.

અનલોક 2 માં મળેલી છૂટછાટોમાં લોકલ સંક્રમણ વધવાના કારણે કોરોના પોઝીટીવ કેસોનો ગ્રાફ દિન પ્રતિદિન વધવા પામ્યો છે.અનલોક 2 ના પ્રથમ દિવસથી જ દાહોદ જિલ્લામાં દરરોજ કોરોના પોઝીટીવના કેસો સામે આવી રહ્યા છે.જેના લીધે આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ મહામારીથી સરકારી કચેરીમાં પણ પગપેસારો કર્યો છે.ગઈકાલે જિલ્લામાં સાગમટે 8 કેસો નોંધાયા બાદ બીજા દિવસે પણ સાગમટે વધુ 5 કેસો નોંધાવા પામતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

વધુ જાણવા મળ્યા મુજબ
છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 136 જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજરોજ આવતા 136 સેમ્પલો પૈકી 131 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે (1) જિલ્લા વિકાસ અધિકારી રુચિત રાજ, ઉ.વર્ષ 35 (2)51 વર્ષીય ફરજાનાબેન ગફારભાઈ કુંજડાં રહે.ઘાંચીવાડ (3)60 વર્ષીય ઇન્દુબેન નગીનભાઈ પરમાર,રહે.મોટા ઘાંચીવાડ દાહોદ,(4)51 વર્ષીય મોહમ્મદ રફીક અબ્દુલ સલામ ભૂંગડા રહે.મોટા ઘાંચીવાડ (5)36 વર્ષીય સમીરભાઈ જસવંતભાઈ દેવડા રહે. ડબગરવાડ  સહીત 5 લોકો કોરોના પોઝીટીવ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જ્યારે ઘાંચીવાડની રહેવાસી 51 વર્ષીય ફરજનાબેનનું મોત નિપજવા પામતા જિલ્લામાં અત્યાર સુધી મરણજનાર 4 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે.જ્યારે મરણજનાર દર્દીઓ કોરોનાથી મરણ પામ્યાની બાબત ઓડિટ બાદ જ બહાર આવે તેમ છે.

જ્યારે દાહોદ જિલ્લામાં અત્યારસુધીમાં કોરોનટાઇન તેમજ હોમ કોરોનટાઇન મળી કુલ 7246 સેમ્પલ કલેક્ટ કરી ચકાસણીઅર્થે મોકલવામાં આવ્યા હતા જે પૈકી કુલ 6890 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે તા.0407.2020 ના રોજ લીધેલા 147 તેમજ 05.07.2020 ના રોજ લીધેલા 141જેટલાં ફ્રેશ સેમ્પલ મળી કુલ 288 લોકોના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 73 કેસો નોંધાવવા પામ્યા છે. જે પૈકી 48 લોકો કોરોનામુક્ત થઇ જતા હાલ 23 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે કુલ ચાર દર્દીઓના મોત નિપજ્યા પામ્યા છે.હાલ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત કચેરી ડીડીઓના નિવાસ સ્થાન તેમજ અન્ય કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના રહેઠાણ સહીત આસપાસના વિસ્તારોમાં સૅનેટાઇઝ સહીત દવાના છટકાવની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

 જિલ્લા વિકાસ અધિકારી રુચિતરાજ ગાંધીનગરથી કોરોના સંક્રમિત થયા હોવાનું અનુમાન

આજરોજ  જિલ્લાવિકાસ અધિકારી રુચિત રાજ કોરોના સંક્રમિત આવતા જિલ્લા પંચાયત કચેરી સહીત વહીવટીતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ આરોગ્ય વિભાગ  ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ કરી રહી છે.તેવામાં ડીડીઓશ્રીની ટ્રાવેલ હિસ્ટ્રી બાબતેની મળતી માહિતી મુજબ જિલ્લા વિકાસ અધિકારી રુચિત રાજ ગાંધીનગરથી સંક્રમિત થયાં હોવાની બાબત સપાટી પર આવવા પામી છે.વધુ મળતી માહિતી મુજબ જિલ્લા વિકાસ અધિકારી રુચિત રાજ મંગળ,તેમજ બુધવારે ગાંધીનગર ગયા હતા.અને બુધવારે સી.એમ હાઉસમાં ત્રણ જિલ્લાના ડીડીઓ તેમજ કલેક્ટરની મિટિંગમાં હાજરી આપી હતી.અને ગુરુવારે જિલ્લા પંચાયત ખાતે વિડિઓ કોન્ફરન્સ હોઈ આખો દિવસ વિડિઓ કોન્ફરન્સમાં વ્યસ્ત હતા.અને શુક્રવારે રજા પર ગયા હતા. અને ત્યારબાદ તેઓને કોરોના ના લક્ષણો જણાતા તેઓનો સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલતા આજરોજ તેમનો રિપોર્ટ પોજીટીવ આવવા પામ્યો હતો. આમ જિલ્લા વિકાસ અધિકારી રુચિત રાજ ગાંધીનગરથી સંક્રમિત થયા હોવાની માહિતીઓ સપાટી પર આવી છે. ત્યારે આરોગ્ય વિભાગ દાહોદથી લઇ ગાંધીનગર સુધી ડીડીઓના સંપર્કમાં આવેલા લોકોના ટ્રેસીંગમાં જોતરાઈ ગયું હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!