Wednesday, 04/12/2024
Dark Mode

અહો આશ્ચર્યમ…. સંતરામપુર તાલુકાના ઉંબેર ગામે સામુહિક જાહેર શૌચાલય શરૂ થતાં પહેલાં જ દરવાજો તૂટી ગયો

અહો આશ્ચર્યમ…. સંતરામપુર તાલુકાના ઉંબેર ગામે સામુહિક જાહેર શૌચાલય શરૂ થતાં પહેલાં જ દરવાજો તૂટી ગયો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.29

સંતરામપુર તાલુકાના ઉંબેર ગામે સામુહિક જાહેર શૌચાલય શરૂ થતાં પહેલાં જ દરવાજો તૂટી ગયો સંતરામપુર તાલુકાના  ઉંબેર ગ્રામ પંચાયત દ્વારા સામૂહિક જાહેર સોચાલય બનાવવામાં આવેલું હતું પરંતુ જાહેર સોચાલય બનાવીને તૈયાર કરતાં તેનો ઉપયોગ કરતાં પહેલાં જ દરવાજો તોડી પાડયો હતો અને અંદર ની કામગીરી હજુ સુધી પૂર્ણ કરવામાં આવેલી નથી ગ્રામ પંચાયત દ્વારા સામૂહિક જાહેર સોચાલય સરકાર દ્વારા એક લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતોમાં સામૂહિક જાહેર શૌચાલય બનાવવાનો સરકાર દ્વારા જાહેરાત પણ કરવામાં આવેલી હતી સંખ્યાબંધ ગ્રામ પંચાયતોમાં હજુ પણ જાહેર સૌચાલય ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી ત્યારે ઉંબેર ગ્રામ પંચાયતમાં જાહેર શૌચાલય બનાવવામાં આવેલ હતું પરંતુ તેની અંદરની ભાગે ટ પ બેસાડવામાં હજુ સુધી આવેલા નથી માત્ર દરવાજા ઊભા કરીને તાળા મારી દેવામાં આવેલા છે અને એક સોચાલય શરૂ થતાં પહેલાં જ તેનો દરવાજો તોડી પાડ્યો જોવા મળ્યો છે.જાહેર શોચાલય  બનાવેલા શોભાના ગાંઠિયા સમાન છે સરકાર દ્વારા એક લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવા છતાં આ સામુહિક શૌચાલય ગ્રામજનો માટે બિન ઉપયોગી નીવડ્યા છે.

error: Content is protected !!