Thursday, 03/04/2025
Dark Mode

સંતરામપુરમાં 33 કેવી નો જીવંત વાયર તૂટીને જમીન પર પડ્યો:સદભાગ્યે મોટી હોનારત ટળી

સંતરામપુરમાં 33 કેવી નો જીવંત વાયર તૂટીને જમીન પર પડ્યો:સદભાગ્યે મોટી હોનારત ટળી

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.03

સંતરામપુર નગરમાં મધ્ય ગુજરાત વીજ કંપની ઘોર બેદરકારી સામે આવી છે. સંતરામપુર નગરના મુખ્ય લુણાવાડા રોડ ઉપર 33 કેવીના જીવંત વાયર તૂટીને જમીન પર પડેલા જોવા મળ્યા છે. આ વાયરમાં મેન લાઈન પસાર થતો હોવાથી વાયર તૂટીને જમીન પર પડ્યો છે.ચાલુ પ્રવાહ હોવાથી દુર્ઘટના બની શકે છે. આ મુખ્ય રસ્તા પર એક બાજુ સરકારી હોસ્પિટલ છે જ્યારે બીજી બાજુ છે 24 કલાક ટ્રાફિકથી ધમધમતા આ રસ્તા ઉપર સંખ્યાબંધ વાહનો પસાર થતા હોય છે એક હોસ્પિટલના કર્મચારીઓ પણ ટેલિફોનથી મધ્ય ગુજરાત વીજ કંપનીમાં કંપનીનો થયા પછી પણ આખો દિવસ ચાલુ પ્રમાણમાં જમીન ઉપર લટકતો વાયર જોવા મળેલો છે. આના કારણે પસાર થતાં  વાહન ચાલકો અને માણસોની જાનહાનિ થઈ શકે છે મધ્ય ગુજરાત વીજ કંપની બેદરકારી જોવાઈ રહી છે આના કારણે મોટી દુર્ઘટના બની શકે છે વહેલી તકે 33 કેવીનો  જીવંત વાયરો તાત્કાલિક હટાવવામાં આવે અને તેની મરામત કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

error: Content is protected !!