Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુર નગરમાં સરકારી વસાહત 39 ક્વાટર્સ જર્જરિત હાલતમાં…

સંતરામપુર નગરમાં સરકારી વસાહત 39 ક્વાટર્સ જર્જરિત હાલતમાં…

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.29

સંતરામપુર નગરમાં સરકારી વસાહત 39 ક્વાટર્સ જર્જરિત હાલતમાં

સંતરામપુર નગરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કેટલાક સમયથી સરકારી વસાહત અને પ્રતાપપુરા વિસ્તારમાં જર્જરિત અને ખંડેર હાલતમાં જોવા મળેલા છે.આજરોજ આ તમામ સરકારી વસાહત અને અપૂરતા અને ખંડેર હાલતમાં તેને ચારે બાજુ સિમેન્ટની ખાંભલીયા ઊભી કરીને ફેન્સીગ વાયર કરી બોર્ડર કરવામાં આવેલી છે.જેથી કરીને કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકે નહીં આ જગ્યાએ જાહેર ચેતવણીનો બોર્ડ પણ ઉભુ કરવામાં આવેલું છે.સરકારી વસાહતમાં બે ત્રણ વર્ષ અગાઉ એક મોટી ઘટના પણ બની હતી. આ ખુલ્લા ક્વાટર્સમાં કેટલાક અસામાજીક તત્વો અંદર પ્રવેશ કરીને ખોટી પ્રવૃત્તિઓ પણ થતી હતી.અને તમામ બિલ્ડિંગના ક્વાટર્સની ભીત જર્જરિત હાલતમાં થઈ ગયેલા છે.તેની અંદર પ્રવેશ કરવો અને તેની નજીક પણ નહિ જવાનું આદેશ આપવામાં આવેલો છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે જો કોઇ ત્રાહિત વ્યક્તિ કે કોઈપણ વ્યક્તિ આ બોર્ડ સીલ કર્યા પછી જો પ્રવેશ કરશે તેના ઉપર કાયદેસરની ફોજદારી ગુનો દાખલ કરવાનું જણાવ્યું છે ચોમાસુ નજીક આવે છે સરકારી તંત્ર ધ્યાનમાં લઈને આચાર્ય બાજુ બિલ્ડિંગને કરીને ફેન્સી વાયરિંગ કરીને જોખમકારક છે તેમાં કોઈને પ્રવેશ કરવો નહીં તેઓ જાહેર ચેતવણીના બોર્ડ પર લગાવવામાં આવેલો છે.

error: Content is protected !!