દાહોદના ગલાલીયાવાડમાં “ધમધમતા જુગારધામ”પર”લોકલ ક્રાઈમ બ્રાંચ”ત્રાટકી:રોકડ રકમ મોબાઈલ ફોન સહીત 50 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 ગેમ્બલરો ઝડપાયા

Editor Dahod Live
2 Min Read

  નીલ ડોડીયાર @ દાહોદ 

 

દાહોદ તા.17

દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ખાતે ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી:પાના પત્તાં રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ 52, 900 ની માલમત્તા સાથે સાત લોકોને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.આ અગાઉ પણ આ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સ સહીત સ્થાનિક પોલિસે પણ દરોડો પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે.ત્યારે કેટલાક દિવસોથી પોલીસની રહેમ નજર હેઠળ જુગારધામ ચાલતું હોવાનું સ્થનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.જોકે એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડતા સ્થાનિક પોલીસની નબળી કામગીરી છતી થઈ છે.તેમજ તેમની કામગીરી પર અનેક સવાલો ઉદભવા પામ્યા છે.

લોકડાઉનના કપરા કાળમાં બેરોજગારીના અભાવે લોકો પાસે પૈસા, અનાજ સહીત જીવનજરૂરી ચીજવસ્તુઓ ખૂટવા માંડી છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેમજ સામાજિક લોકો,સેવાભાવી સંસ્થાઓ,દ્વારા સેવાયજ્ઞોની સાવરણી થકી આ મહાકાય મહામારીમાં છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડી રહ્યા છે. ત્યારે કેટલાક જુગારી તત્વો આ કપરાકાળમાં પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી પોતાનું જીવન નર્કાગાર જેવું બનાવી રહ્યા છે.તેવું કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં દાહોદ તાલુકાના ગલાલીયાવાડના જીવનદીપ સોસાયટીની ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો હોવાની માહિતી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ.બી.ડી.શાહને મળતા તેમના માર્ગદર્શનમાં એલસીબી પીએસઆઇ પી. એમ. મકવાણા તેમજ પોલિસ જવાનોની સાથે રાખી આજરોજ દરોડો પાડતા નાસભાગ મચી જવા પામી હતી.જોકે એલસીબીની ટીમે પાનાપત્તાનો જુગાર રમતા 7 લોકોને ઝડપી પાડી તેમની પાસેથી અંગઝડતી તેમજ દાવ પર લાગેલી રોકડ રકમ, પાનાપત્તાંની કેટ,મોબાઈલ ફોન મળી કુલ 52,900 નો મુદામાલ સાથે સાત લોકોની અટકાયત કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ માટે દાહોદ તાલુકા પોલિસને કામગીરી સોંપી હોવાનું જાણવા મળેલ છે.

ગલાલિયાવાડ જુગારધામ પરથી એલસીબીના હાથે ઝડપાયેલા ગેમ્બલરોની યાદી 

1.મેમૂદખાન ઉર્ફે ઈદુખાન પઠાણ રહે. જીવનદીપ સોસાયટી,મહુડી ઝોળા ફળિયું, ગલાલિયાવાડ
2.સુનિલ રામુભાઇ ભાટ (સાંસી)જીવનદીપ સોસાયટી,મહુડી ઝોળા ફળિયું, ગલાલિયાવાડ
3.સની અમરસીંગ સાંસી, અર્બન હોસ્પિટલની બાજુમાં, રળીયાતી રોડ
4.રસીદખાન નસીરખાન મલેક રહે.બામણ ફળિયું, કતવારા
5.સુનિલભાઈ મગનભાઈ ભુરીયા રહે.તળાવ ફળીયા, ભીલવાડા
6.વિક્રમસિંહ ધીરુભાઈ બાવનીયા (સાંસી) રહે.અર્બન બેંકની બાજુમાં,સાંસીવાડ રળીયાતી રોડ
7. સંજય કુમાર કમલસીંગ હાંડા (લબાના) રહે. રામજી મંદિર ફળીયુ કતવારા દાહોદ

Share This Article