Saturday, 22/01/2022
Dark Mode

દાહોદમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસો મળી આવતા ખળભળાટ

દાહોદમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસો મળી આવતા ખળભળાટ

દાહોદ તા.૧૬
દાહોદમાં અત્યાર સુધી ૧૮ પોઝીટીવ કેસો નોંધાયા હતા ત્યારે આજરોજ વધુ બે કેસો પોઝીટીવ આવતાં કોરોના પોઝીટીવનો આંકડો ૨૦ ઉપર પહોંચવા પામ્યો છે. આજે સવારે પાંચ દર્દીઓને સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે રજા પણ આપવામાં આવી હતી. આજે વધુ બે કેસોમાં એક ૨૩ વર્ષીય યુવતી દાહોદના કસ્બા વિસ્તારની છે અને બીજા એક ૫૬ વર્ષીય આધેડ મહિલા ધાનપુરના મલુ ગામની છે. આ બંન્નેના આરોગ્ય તંત્રએ ટ્રાવેલીંગ ઈતિહાસ અને સંપર્કાેના તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આજે દાહોદમાં ૧૨૭ કોરોના સેમ્પલના રિપોર્ટાે આવ્યા હતા જેમાંથી ૧૨૪ લોકોના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને બે વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામોના દ્રશ્યો જાવા મળ્યા હતા. આ જે બે કોરોના પોઝીટીવ દર્દી પૈકી એક ૨૩ વર્ષીય દાહોદ કસ્બા વિસ્તારમાં રહેતી શબાના શાહરૂખ પઠાણ અને બીજા એક ૫૬ ધાનપુર તાલુકાના મલુ ગામની બુચીબેન સંસુભાઈ ભાભોરના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા ઉપરોક્ત બંન્ને મહિલાઓના વિસ્તારોમાં સેનેટરાઈઝીંગ સહિત તેઓના ટ્રાવેલીંગ તેમજ તેમના સંપર્કમાં કોણ કોણ આવ્યું હતુ તેની તપાસના પણ ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ૫ દર્દીઓને સરકારની નવી પોલીસી અનુસાર કોવીડ – ૧૯ ઝાયડસ હોસ્પિટલમાંથી રજા આપીદેવામાં આવી હતી. આ સાથે દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવનો આંકડો ૨૦ સુધી પહોંચી જવા પામ્યો છે અને જેમાંથી ૪ એક્ટીવ કેસ છે.

error: Content is protected !!