
સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામેથી પોલીસે નાકાબંધી દરમિયાન બે યુવકોને 21 હજારના વિદેશી દારૂ સાથે ઝડપ્યા
ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામેથી પોલીસે બે યુવકો મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો ભરી લાવતા રસ્તામાં પોલીસે નાકાબંદી દરમિયાન 25 હજાર ઉપરાંત વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી જેલ ભેગા કર્યા હતા..
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી કોટવાલ ફળિયા ખાતે ના રહેવાસી વિપુલભાઈ રમેશભાઈ ડામોર તેમજ કારઠ ખેડા ફળિયાના પ્રિતકુમાર ઉર્ફે પપ્પુભાઈ હસમુખભાઈ બારીયા પોતાના કબજા હેઠળની Gj-20-AN-3358 નંબરની મોપેડ ગાડી પર મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી લાવતાં રસ્તામાં ચાકલીયા ગામે નિશાળ ફળિયા નજીક નાકાબંધીમાં ઊભેલી પોલીસે તેઓને રોકી તલાશિ લેતા તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 248 પ્લાસ્ટિકના ક્વાટરીયા મળી 25,680 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ 20 હજાર કીમતથી મોટરસાયકલ મળી કુલ 45,680 રૂપિયાના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહિબિશનનો અંગેનો ગુનો દાખલ કરી જેલભેગા કર્યા હતા..