ફતેપુરા નગરમાં ગેરકાયદેસર દબાણોને લઇ “તાલુકા વિકાસ અધિકારી” આકરા પાણીએ..!!,ફતેપુરા નગરના દબાણો દૂર કરવા ટીડીઓએ ગ્રામ પંચાયતને નોટિસ આપતાં ખળભળાટ…

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા નગરના દબાણો દૂર કરવા ટીડીઓએ ગ્રામ પંચાયતને નોટિસ આપી.

ગ્રામ પંચાયતમાં સરકારી જમીનના દબાણ દૂર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની : ટીડીઓ.

તાલુકામાં અનેક સ્થળે રજૂઆતો છતાં દબાણ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ.

(પ્રતિનિધિ) સુખસર,તા.૧૬

#Paid pramotion

Contact us :- sunrise public school 

ફતેપુરા નગરમાં અનેક જગ્યાએ સરકારી જમીન પર દબાણ કરી દેવાયા છે જે દબાણો દૂર કરવા માટે ગ્રામજનો દ્વારા અનેકવાર તાલુકા વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ કામગીરી હાથ ધરી ન હતી જ્યારે છેલ્લા બે દિવસથી દબાણો બાબતે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક દબાણો દૂર કરી અહેવાલ મોકલવા ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી હતી.ફતેપુરા નગરમાં સરકારી જમીન પર પ્રતિષ્ઠિત માલદાર અને વગ ધરાવતા ઇસમો દ્વારા દબાણ કરી દેવાયા છે.જેમાં અને કેટલાક સ્થળે પાકા બાંધકામ પણ કરી દેવાયા છે આ દબાણો બાબતે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી કરાતી હતી.

ફતેપુરામાં ગેરકાયદેસર દબાણો અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક વહીવટીતંત્ર એક્શન:દબાણોને લઇ જાગૃત નાગરિક દ્વારા રજૂઆત છતાંય પરિણામ શુન્ય 

છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં દબાણો બાબતના મેસેજ વાયરલ થતા તાલુકા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાલુકા વિકાસ અધિકારીએ ફતેપુરા ગ્રામ પંચાયત સરકારી જમીન પરના દબાણો દૂર કરી વહેલી તકે અહેવાલ રજૂ કરવા નોટિસ ફટકારી હતી. ફતેપુરા તાલુકામાં પણ અન્ય ગામોમાં દબાણો દૂર કરવા માટે ગ્રામજનો દ્વારા ગામના સરપંચ થી લઈ તાલુકા કક્ષા પ્રાંત અધિકારી કલેકટર અને રાજ્ય કક્ષાએ પણ રજુઆત કરાઇ હોવા છતા દબાણ દૂર કરવામાં આવતા ન હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

 ફતેપુરા નગરમાં ગામના નામાંકિત વ્યક્તિઓ દ્વારા સરકારી જમીનો પચાવી પાડવાનો કારસો :-વિશાલભાઈ નહાર (ગ્રામ પંચાયત સભ્ય)

ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીનો પર ગામના વગ ધરાવતા અને પ્રતિષ્ઠિત એવા લોકો દ્વારા સરકારી જમીન હડપ કરવાનો કારસો ચલાવવામાં આવી રહ્યો છે. અમોએ તાલુકા જિલ્લામાં રજૂઆતો કરી છે. ગામમાં તળાવ નો પણ એક તરફ પુરાણ અને બીજી તરફ ખોદકામ કરી દબાણ કરવાના પ્રયાસ કરાઇ રહ્યો છે તે બાબતે પણ અમો એ રજૂઆત કરી છે.

ફતેપુરા તળાવનો કામ બંધ કરાવ્યો છે,દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે કચરુભાઈ પ્રજાપતિ (સરપંચ ફતેપુરા ગ્રામ પંચાયત)

   દબાણ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ આપી છે તેમજ તળાવ પર દબાણ કરવા ખોદકામ થતું હોવા બાબતે મામલતદારની સૂચનાથી કામ બંધ કરાવ્યું છે. અને દબાણ કર્તાઓને કાયદેસરની કાર્યવાહી કરાશે સરકારી જમીન પર દબાણ હશે તો ખુલ્લું કરાશે.

Share This Article