
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ઘાણીખુંટ ગામનાં દંપતીની અચાનક તબિયત લથડતા સારવાર દરમિયાન મોત.
મૃતક દંપતિની ઘરમાંથી એક સાથે જનાજા નીકળતા ગામ હિબકે ચડ્યું:નાની ઉંમરના ત્રણ બાળકો નોધારાં બન્યાં.
દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં અડધા કલાકના અંતરે પહેલા પત્ની અને પછી પતિનું પણ મોત નીપજ્યું.
(પ્રતિનિધિ) સુખસર,તા.૯
ફતેપુરા તાલુકાના ઘાણીખુંટ ગામના યુવાન દંપતિ અમદાવાદ બાજુ કડીયાકામની મજૂરીકામ માટે ગયેલા હતા.જ્યાં રાત્રિના સમયે જમી પરવારી ઊંઘવાની તૈયારી કરતા હતા.આ દરમિયાન આ દંપતીને અચાનક તબિયત લથડી હતી અને શરીર જકડાઇ ગયું હતું જેમા.જેઓને સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન બંને પતિ-પત્નીના મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. માસુમ ત્રણ બાળકો ના માતા પિતા આકસ્મિક મોતને ભેટતા નોધારા બન્યા છે.
#Paid pramotion
Contact us :- sunrise public school
ફતેપુરા તાલુકાના ઘાણીખુંટ ગામના વિજય ભાઈ ખેમાભાઈ મકવાણા ઉં.વ ૩૦ તથા આશાબેન વિજયભાઈ મકવાણા ઉં.વ.૨૮ ના ઓ પતિ-પત્ની મજુરી કામ અર્થે અમદાવાદ શહેરમાં કડિયા કામ મજુરી કરવા થોડા દિવસ આગાઉ ગયા હતા.જ્યાં ૬. જૂન-૨૦૨૧ ના રોજ રાત્રીના સમયે અચાનક પતિ-પત્નીની તબિયત લથડી હતી. અને બંનેને શરીર જકડાઇ ગયું હોવા બાબતે વિજયભાઈ મકવાણાએ વતન ઘાણીખુટમાં મોબાઈલથી પરિવાર સાથે વાત કરી હતી.અને તે જ રાત્રિના વિજયભાઇ તથા આશાબેનને ઘરે ઘાણીખુંટ લઈ આવવામાં આવ્યા હતા.ત્યારબાદ તેઓને સુખસર,ઝાલોદના ખાનગી દવાખાનાઓમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ કેસ લેવામાં નહી આવતા દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન ૭ જૂન-૨૧ના રોજ આઠેક વાગ્યાના અરસામાં આશાબેનનું મોત નીપજ્યું હતું.જ્યારે અડધા કલાકની અંદર વિજયભાઈ મકવાણા પણ મોત ને ભેટતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.આ ઘટનાને લઇ પરિવાર સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.માસુમ ત્રણ પુત્રોના માતા-પિતાના અકાળે અવસાન થતાં માસુમ બાળકો નોંધારા બન્યા છે.આ મૃતક દંપતીનું પી.એમ કરવામાં આવ્યું નથી.આ દંપતીનું મોત કયા કારણોસર થયું તે જાણવા મળ્યું નથી.પરંતુ અવનવી બીમારીઓની અફવાઓને લઈ પંથકમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.