Sunday, 26/06/2022
Dark Mode

એટીએમ ફ્રોડ કેસનો ભેદ ઉકેલતી દાહોદ એલસીબી:આંતર રાજ્ય એટીએમ ફ્રોડ કરતી ટોળકીનો મુખ્ય સુત્રધાર રાજસ્થાનમાં બેંક કર્મચારી નીકળ્યો…

June 9, 2021
        1309
એટીએમ ફ્રોડ કેસનો ભેદ ઉકેલતી દાહોદ એલસીબી:આંતર રાજ્ય એટીએમ ફ્રોડ કરતી ટોળકીનો મુખ્ય સુત્રધાર રાજસ્થાનમાં બેંક કર્મચારી નીકળ્યો…

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ

આંતર રાજ્ય એટીએમ ફ્રોડ કરતી ટોળકીના સુત્રધારની ધરપકડ 

દાહોદ એલસીબી પોલીસે રાજસ્થાનના સજ્જન ગઢ ખાતે થી સુત્રધાર અમીત મહાલાને ઝડપી લીધો

 એટીએમમાં નાણાં ઉપાડવા આવતા લોકોને મદદના બહાને કાર્ડના ડેટા મેળવી ડુપ્લીકેટ કાર્ડમાં ટ્રાન્સફર કરી નાણાં ઉપાડયા 

 ભેજાબાજ ટોળકીએ દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના શહેરોમાં અનેક લોકોને છેતરી નાણાં ઉપાડી લીધા હોવાની કબુલાત…

આંતર રાજ્ય એટીએમ ફ્રોડનો મુખ્ય સૂત્રધાર બેંક ઓફ બરોડા નો પટાવાળો જ નીકળ્યો

દાહોદ તા.૦૯

હરિયાણા રાજ્યની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્યસુત્રધારને રાજસ્થાનના સજ્જનગઢ ખાતેથી દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડી તેની પાસેથી એટીએમ, લેપટો, સ્કેનર મશીન, રીડર મશીન તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૩,૧૮,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. થોડા સમય પહેલાંજ દાહોદના એક ૧૮ વર્ષીય યુવકના એટીએમમાંથી આ ભેજાબાજે રૂા.૮૫,૦૦૦ કાઢી લીધાનો ગુન્હો પણ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાવા પામ્યો હતો.

દાહોદમાં પોલીસકર્મીના ખાતામાંથી પૈસા ઉપડ્યા બાદ પોલિસ એક્શનમોડમાં:સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સોર્સથી ગુનાનો ભેદ ઉકેલાયો 

#Paid pramotion

Contact us :- sunrise public school

દાહોદ શહેરના યાદગાર ચોક તથા રેલ્વે સ્ટેશનના એટીએમમાંથી દાહોદ શહેરમાં રહેતો એક ૧૮ વર્ષીય યુવકના એટીએમ કાર્ડ મારફતે કોઈ અજાણ્યા ચોર ઈસમે રૂા.૮૫,૦૦૦ રૂપીયા કાઢી લઈ ઠગાઈ કરી હતી.આ ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલ.સી.બી.પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ગુન્હાને શોધી કાઢવા એટીએમના સીસીટીવી ફુટેજની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી તે ઉપરાંત દાહોદ કમાન્ડ કંન્ટ્રોલ નેત્રમ ખાતેના સીસીટીવી ફુટેજાેની પણ તપાસ હાથ ધરી હતી. દાહોદમા પ્રવેશતાં માર્ગાેના સીસીટીવી ફુટેજાે બારીકાઈથી અભ્યાસ કરતી તેમાં શંકાસ્પદ અપાચી મોટરસાઈકલ તેમજ સ્કોડા ગાડીના નંબરની માહિતી પ્રસ્થાપીત થઈ હતી અને ટેકનીકલ સોર્ષના માધ્યમથી આરોપીનું પગેરૂ મેળવતાં રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ ખાતે રહેતો ઈસમની સંડોવણી બહાર આવી હતી.

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે રાજસ્થાનનો મુખ્ય સૂત્રધાર બેંક કર્મચારી નીકળ્યો 

દાહોદ એલ.સી.બી.પોલીસની ટીમ ગતરોજ સજ્જનગઢ ખાતે આ આરોપીના આશ્રય સ્થાને વોચ ગોઠવી ઉભી હતી. અને આવતો જાેઈ તેને દબોચી લઈ દાહોદ મુકામે લઈ આવી હતી. આરોપીએ પોતાનું નામ અમીત રાજકુમાર મહાલા (સાંસી, મુળ રહે.હરીયાણા, હાલ રહે. સજ્જનગઢ, બસ સ્ટેશનની બાજુમાં) હોવાનું જણાવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય સૂત્રધારના ઘરેથી એટીએમ ફ્રોડમાં વપરાયેલો સરસામાન જપ્ત કર્યો 

 એટીએમ ફ્રોડ કેસમાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચની હાથે ઝડપાયેલા બેંકના પટાવાળા પાસેથી દાહોદ  ૯૪ એટીએમ કાર્ડ, ૦૧ લેપટોપ, ૦૩ બેન્કની પાસબુક, ૦૧ કાર્ડ રીડર, ૦૬ બેન્કની ચેકબુક, ૦૧ સ્કેનર મશીન, ૦૨સીડી કેસેટ, ૦૧ આધાર કાર્ડ, ૦૨ મોબાઈલ ફોન, ૦૧ અપાચી મોટરસાઈકલ, રોકડા રૂપીયા ૩૮,૩૦૦ અને ૦૧ સ્કોડા ગાડી મળી પોલીસે કુલ રૂા.૩,૧૮,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.

એટીએમ ફ્રોડ કેસમાં પકડાયેલો મુખ્ય સૂત્રધાર રાજસ્થાનની બેંકમાં પટાવાળો નીકળ્યો

ઉપરોક્ત પકડાયેલ આરોપી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાંગતળાઈ તાલુકાના લંકાઈ ગામે બેન્ક ઓફ બરોડામાં પટાવાળા તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતો હતો. પોતે અને પોતાની ગેંગના સાગરીતો ભેગા મળી દાહોદ તેમજ આજુબાજુના વિસ્તારોમાં બેન્કના એટીએમમાં જઈ એટીએમમાં પૈસા ઉપાડવા આવતાં ઈસમોને મદદ કરવાના બહાને એટીએમ ધારકોની નજર ચૂકવી એટીએમ કાર્ડ પોતની પાસેના નાના સ્વાઇપ મશીનમાં એટીએમ કાર્ડના ડેટા લઈ ખુબ જ ચાલાકી પૂર્વક તેના પીન નંબર જાેઈ તેઓ પોતાના ઘરે જઈ લેપટોપ દ્વારા તે એટીએમના કાર્ડના ડેટા તેઓ પાસેના બ્લેન્ક કાર્ડમાં ટ્રાન્સફર કરી એટીએમ તૈયાર કરતાં હતા.અને અલગ અલગ જગ્યાએ જઈ એટીએમમાંથી પૈસા ઉપાડી લેતાં હતાં. 

 

એટીએમ ફ્રોડ કેસના મુખ્ય સૂત્રધાર એવા બેંક કર્મચારીએ વિવિધ શહેરોમાં એટીએમ ધારકોને નિશાન બનાવ્યા

ઉપરોક્ત પકડાયેલ આરોપીની પોલીસે પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, દાહોદ શહેર તેમજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ, શહેરા તથા ગોધરા શહેર તેમજ અરવલલ્લી જિલ્લાના મોડાસા, માલપુર તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા વિગેરે જગ્યાએએ આ એમ.ઓ. વાપરી પૈસા ઉપાડ્યાં હોવાનું કબુલાત કરી હતી.

એટીએમ ફ્રોડના મુખ્ય સૂત્રધાર પાસે મળી આવેલા સામાનની પ્રાથમિક ચકાસણી દરમિયાન તપાસ કર્તા ટીમ ચોંકી ઉઠી:300 ઉપરાંત લોકોને નિશાન બનાવ્યાની આશંકા, એલસીબી તલસ્પર્શી તપાસમાં જોતરાઇ

રાજસ્થાનના સજ્જનગઢની બેંક ઓફ બરોડામાં છેલ્લા ચાર વર્ષથી પટાવાળા તરીકે નોકરી કરતો મુળ હરિયાણાનો રહેવાસી હતો. અને રાજસ્થાનના જયપુર થી ફોર્મ ભરી બેંક ઓફ બરોડામાં પટાવાળા તરીકે જોડાયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી એટીએમ કાર્ડ ધારકોને નિશાન બનાવી કુલ 94 એટીએમ ભેગા કર્યા હતા. પોતાના અને પોતાના સાથીદારો વચ્ચે નક્કી થયેલ મોડસ ઓપરેન્ડીના તહત એટીએમ સેન્ટરો પર જતા હતા. જ્યાં પેસેફીક વૃદ્ધ લોકો અથવા નાના બાળકો જેમને એટીએમમાંથી પૈસા કાઢતા ફાવતું ન હોય તેવા લોકોને શિકાર બનાવી મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ ધારક નજર ચૂકવી પોતાના પાસેના નાના સ્વાઇપઅપ મશીનમાં એટીએમ સ્ક્રેચ કરી એટીએમના બધા ડેટા ટ્રાન્સફર કરી લેતા હતા.ત્યારબાદ એટીએમના પીન નંબર ચાલાકી પૂર્વક મેળવી ત્યાંથી નીકળી જતા હતા. અને ઘરે ગયા બાદ લેપટોપમાં સર્વર દ્વારા એટીએમના લીધેલા ડેટા વડે એટીએમને ગણતરીની સેકન્ડોમાં ક્લોન કરી રાતના પોણા બાર વાગ્યાના અરસામાં પ્રથમ તેમજ બાર વાગ્યા બાદ દિવસ બદલાઈ જતા પુનઃ ટ્રાન્જેક્સન કરી ખાતામાંથી રકમ ઉપાડી લેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!