બાબુ સોલંકી, સુખસર
ખોટા આદિવાસી પ્રમાણ પત્ર લેનાર અને આપનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર અપાયું.
ખોટા પ્રમાણ પત્ર લેનાર અને આપનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ની માંગ.
પ્રેસિડેન્ટીયલ ઓર્ડરથી ગીર, બરડા અને આલોચના જંગલ વિસ્તારમાં રહેતા રબારી,ભરવાડ, ચારણ જાતિઓનો અનુસૂચિત જન જાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે.
સુખસર,તા.19
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લોકોને કરવામાં આવેલ અન્યાય બાબતે તેમજ ખોટા પ્રમાણ પત્રો રદ કરી બની બેઠેલા આદિવાસી પ્રમાણ પત્ર લેનાર અને આપનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ફતેપુરાના આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર માંગ સાથે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને ફતેપુરા મામલતદારને આવેદન પત્ર એનાયત કરી પ્રમાણ પત્ર લેનાર અને આપનાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદન પત્ર મા સૂચવ્યા મુજબ રાષ્ટ્રપતિ દ્વારા ૦૬/૦૯/૧૯૫૦ અને ૨૯/૧૦/૧૯૫૬ ના મોડીફાઈડ નોટિફિઈડનુ ઉલ્લંઘન કરવામા આવ્યુ છે.અને કેન્દ્ર સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે ખોટી રીતે ૧૪/૯/૨૨ ના રોજ ૧૨ જેટલી બીન આદિવાસી સમાજના લોકોને આદિવાસી સમાજમા સમાવેશ કરવા મા આવ્યો છે.જેને તાત્કાલિક ધોરણે રદ્દ કરવામા આવે અને રબારી, ભરવાડ, અને ચારણ જાતિ ને આદિવાસી આદિવાસી માંથી રદ્દ કરી આ જાતિ ઓને બક્ષીપંચમા સમાવેશ કરવામા આવે, આદિવાસીના ખોટા પ્રમાણ પત્ર લઈ જે પણ ક્ષેત્રમા ફરજ બજાવતા તમામના પ્રમાણ પત્ર રદ્દ કરવામા આવે જેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મા આવે, તેમજ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ૦૪/૦૮/૨૨ ના રોજ ગેરબંધારણીય પરિપત્ર કરવામા આવ્યો હતો જે રદ્દ કરવા મા આવે, તેમજ રાજ્ય સરકારે આપેલ ખોટા પ્રમાણપત્રો રદ કરવા અને પ્રમાણપત્રો લેનાર અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી હોવાનું જાણવા છે.
રબારી,ભરવાડ,ચારણ સમુદાયને આપેલ આદિજાતિના ખોટા પ્રમાણપત્ર ના વિરોધ બાબતે ફતેપુરા મામલતદાર ને આદિવાસી સમાજના આગેવાનોએ સાચા આદિવાસી તરીકે આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને આપ્યું હતું.
આવેદનમાં જણાવેલ હકીકત અનુસાર તા. 29/ 1/ 59 ના પ્રેસિડેન્સિયલ ઓર્ડરથી ગીર,બરડા અને આલોચના જંગલ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ, ચારણ જાતિઓ અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે. ઉપરાંત નેસ વિસ્તારમાં રહેતા હોય તે સિવાયના રબારી, ભરવાડ, ચારણ જાતિ ના લોકોએ રાજ્ય સરકારે ખોટા પ્રમાણપત્રો આપેલ છે.તે રદ કરવા અને પ્રમાણપત્રોની નકલ અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા તેમ જ રાજ્ય સરકારે ૨૦૧૮ માં અનુસૂચિત જન જાતિના પ્રમાણપત્રો આપવા અને ખરાઈ કરવા કાયદો બનાવેલ છે.પરંતુ નિયમ બનાવેલ નથી.જે તાત્કાલિક અસરથી આખરે કરવા રજૂઆત કરી હતી. અને ૨૦૧૮ મા અનુસૂચિત જનજાતિ ના ખોટા પ્રમાણ પત્ર લઈ પવેશ મેળવ્યો હતો.જે ખરાઈ કરવામા આવે, રબારી, ભરવાડ, ચારણ જાતિ ગીર, બરડા, અને અલગ સિવાયના બક્ષીપંચમા છે.આથી બારણા અને આલોચનાની ચારણ જાતિના બક્ષીપંચમાં સમાવેશ કરવા ભારત સરકારને દરખાસ્ત કરવા જણાવ્યું છે. ઉપરાંત આદિ જાતિ પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવેલ તમામ ગેરબંધારણીય તમામ ઠરાવો પરિપત્ર મૂળ અસરથી રદ કરવાની માંગણી સાથે આવેદન પત્ર એનાયત કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.