કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ ને રહેવા માટેના પોલીસ ક્વાટર નહિ બંધાતા રહેવાની તકલીફ
સીંગવડ તા.27
સીંગવડ તાલુકો બન્યો અને ચાર થી પાંચ વર્ષ થવા આવ્યા છતાં અને પોલીસ સ્ટેશન બન્યાને ઘણો ટાઈમ થયો હોવા છતાં આજ દિન સુધી રણધીકપુર પોલીસના પોલીસ કર્મચારીઓને રહેવા માટે તેમના પોલીસ ક્વાટર નહીં બનાવતા પોલીસના સ્ટાફને રહેવાની તકલીફ ઉઠાવી પડતી હોય છે. જ્યારે ઘણા પોલીસ કર્મચારીઓને રહેવા માટે ભાડાના મકાન દેખવા પડતા હોય છે.અને ઘણા પોલીસ કર્મચારીઓને અપડાઉન કરવાનો વારો આવતો હોય છે.રંધીકપુર પોલીસને પોલીસ ક્વાર્ટર બનાવવામાં આવે તો તેમના પરિવાર સાથે પોલીસ ક્વાર્ટરમાં રહી શકે તેમ છે પરંતુ આટલો બધો ટાઈમ થયો હોવા છતાં પણ આજદિન સુધી પોલીસ ક્વાર્ટર નહીં બનાવતા પોલીસ કર્મચારીઓને ભાડાના મકાનનો સહારો લેવો પડતો હોય છે.જ્યારે પોલીસ કર્મચારીઓને ૨૪ કલાકની નોકરી કરતા હોય તેમને ફેમિલી સાથે રહે તો તેમને અપડાઉન કરવાનો વારો નહીં આવે અને તે ફેમિલી સાથે રહી શકે તેમ છે માટે સરકારી તંત્ર તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રંધીકપુર પોલીસને તેમના પોલીસ ક્વાર્ટર બનાવવામાં આવે તો તે અહીંયા રહીને રાત દિવસ નોકરી કરી શકે તેમ છે અને રાત મધરાત્રે કોઈ પણ મોટું કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક પોલીસ તંત્ર આવી શકે તેમ છે માટે પોલીસ તંત્રને પોલીસ ક્વાર્ટર બનાવવામાં આવે તો પોલીસ તંત્રને અપડાઉન કરવાનું બંધ થાય તેમ છે.