Thursday, 28/03/2024
Dark Mode

આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં સીંગવડ તાલુકાના મેથાણ તારમી તથા વાલાગોટા જિલ્લા પંચાયતમાં જળ સે નલ કાર્યક્રમ તથા આત્મનિર્ભર યાત્રાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો..

November 22, 2021
        2298
આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં સીંગવડ તાલુકાના મેથાણ તારમી તથા વાલાગોટા જિલ્લા પંચાયતમાં જળ સે નલ કાર્યક્રમ તથા આત્મનિર્ભર યાત્રાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો..

કલ્પેશ શાહ :- સીંગવડ 

આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં સીંગવડ તાલુકાના મેથાણ તારમી તથા વાલાગોટા જિલ્લા પંચાયતમાં જળ સે નલ કાર્યક્રમ તથા આત્મનિર્ભર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું

સીંગવડ તા.21

સીંગવડ તાલુકાના મેથાણ જિલ્લા પંચાયતની નાની સંજેલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સવારે 10:00 થી 12:00 દરમિયાન આત્મનિર્ભર યાત્રા આવી પહોંચી હતી આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે જલ સે નલ ના કાર્યક્રમનું પણ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર પૂર્વ ધારાસભ્ય વિછીયા ભાઈ ભુરીયા તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ck કિશોરી ભાજપા સિંગવડ તાલુકા પ્રમુખ મહેન્દ્ર પટેલ તાલુકા વિકાસ અધિકારી આર કે મકવાણા મેથાણ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્યો તથા આજુબાજુના ગામના સરપંચો આગેવાનો નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત કર્યા હતા જ્યારે આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય અતિથિ તરીકે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહીને જલ સે નલ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમાં મેથાણ જિલ્લા પંચાયતના ૧૧ ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાં 591.58 લાખ રૂપિયા મેથાણ જીલ્લા પંચાયત જલ સે નલ માટે ફાળવવામાં આવ્યા હતા જ્યારે આત્મનિર્ભર યાત્રાનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી સુડીયા જીલ્લા પંચાયત નો પ્રોગ્રામ ૩ થી ૫ વાગ્યાના તારમી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યો હતો ત્યાં પણ મુખ્ય અતિથિ તરીકે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે લીમખેડા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય પાર્ટી પ્રમુખ પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત સભ્યો તારમી સરપંચ તલાટી કમ મંત્રી તારમી ઉપસ્થિત રહ્યા હતા આત્મનિર્ભર યાત્રા ના રથ નો સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આવેલા મહેમાનો પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું જ્યારે સુડીયા જિલ્લા પંચાયતના તારમી ગામ માં જલ સે નલ નું સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા ખાતમુરત કરવામાં આવ્યું હતું જ્યારે લોકોને પીવા માટે શુદ્ધ પાણી ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી સુડીયા જિલ્લા પંચાયતમાં 19 ગામમાં રૂ 1040. 12 લાખ ફાળવવામાં આવ્યા હતા ત્યાર પછી વાલાગોટા જિલ્લા પંચાયત નો કાર્યક્રમ 5 થી 7 વાગ્યા સુધી મુખ્ય પ્રાથમિક શાળા વાલાગોટા ખાતે યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સદસ્યો તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સરપંચ વાલાગોટા તલાટીઓ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે હાજર રહ્યા હતા ત્યાં પણ આત્મનિર્ભર યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાં પણ સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા જલસે નું ખાતમુરત કરી ને ઘરે ઘરે સુધી શુદ્ધ પાણી પહોંચાડવા માટેની ખાતરી આપી હતી જ્યારે વાલાગોટા જિલ્લા પંચાયતમાં 11 ગામો સમાવિષ્ટ થતા તેમાં રૂ ૪૪૩. ૩૨ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી આત્મનિર્ભર યાત્રાનું જિલ્લાકક્ષાનો સમાપન કાર્યક્રમ વાલાગોટા ગામેથી કરવામાં આવ્યું તેમાં ડી.ડી.ઓ સાંસદ ધારાસભ્ય પ્રમુખ ટીડીઓ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્યો સરપંચો વગેરે હાજર રહ્યા હતા અને આત્મનિર્ભર યાત્રા સમાપન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!