કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના જાલીયાપાડા ગામે કોઈ અગમ્ય કારણસર એક યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
સીંગવડ તા.20
સીંગવડ તાલુકાના જાલીયા પાડા ગામે ગઈકાલે ૧૯ .૦૮ના રોજ બપોરના 11 વાગ્યાના સુમારે જાલીયા પાડાના જંગલમાં જાલીયા પાડા ગામ ની યુવતી દક્ષાબેન ગુલાબભાઈ પલાસ નામની યુવતી 17 થી 18 વર્ષ ની દ્વારા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જ્યારે હમણાં બે-ત્રણ દિવસ પહેલા જ મજૂરી કામેથી ઘરે આવી હતી અને તે કીધા વગર જંગલમાં ગઈ હતી ગયા પછી તેને મુનિયા ના ઝાડ પર દસથી બાર ફૂટના ઊંચા ઝાડ પર લટકી જતા તે મૃત્યુ પામી હતી જ્યારે જંગલમાં આજુબાજુના માણસો કોઈ કારણોસર ગયા હતા ત્યાં તેમની નજર પડતાં તેમને તાત્કાલિક તેમના પરિવારને જાણ કરતા ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા તેમના પરિવાર ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક તેમણે આ અંગે પોલીસને જાણ કરતાં રણધીકપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી જઈને તેમને તેમના પરિવારને પૂછતા તેમને કોઈ અગમ્ય કારણોસર મનમાં લાગી આવતા તેમને તેમનું જીવન ટૂંકાવ્યું હતું તેવું તેમના પરિવારના લોકોએ કીધું હતું