કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ દ્વારા ૯ ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
સીંગવડ તા.29
સિંગવડ તાલુકા ની રંધીપુર પોલીસ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે જ્યારે હમણાં કોરોના મહામારી જેવી બીમારીની ત્રીજી લહેર નીઆશંકા ચાલતા ગઈકાલે સાંજે રંધીપુર પીએસઆઇ પટેલ દ્વારા આદિવાસી સમાજના આગેવાનોની મિટીંગ રાખવામાં આવી હતી તેમાં આદિવાસી સમાજ તરફથી કોઈ કાર્યક્રમ હોય તો તેની જાણ કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ જ્યારે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા હમણાં ચાલી રહેલા કોરોના મહામારી ની ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખીને સામૂહિક રસીકરણ કરાવવા તથા સમાજમાં જાગૃતિ લાવવા માટે નો કાર્યક્રમ રાખવા જણાવ્યું હતું જ્યારે કોઈ પણ જાતની રેલી કાઢવામાં નહીં આવે એવું જણાવવામાં આવ્યું હતું આ રીતે રણધીકપુર પોલીસ દ્વારા ૯મી ઓગસ્ટ ના દિવસ માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું