સિંગવડ તાલુકાની મછેલાઈ તથા પિસોઈ ગામની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી…

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકાની મછેલાઈ તથા પિસોઈ ગામની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી                                   

સીંગવડ તા.27     

સિંગવડ તાલુકાની મછેલાય ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે દાહોદ ના નવા  ડીડીઓ તેજસ પરમાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.તેમાં ગ્રામ પંચાયત.ની મુલાકાત આંગણવાડીની મુલાકાત લઈને આવાસમાં લાભાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી.અને નરેગાના ચાલતા કામોની મુલાકાત લેવામાં આવી હતી જ્યારે આ સાથે કોરોનાને રસીકરણ ની માહિતી આરોગ્ય કર્મચારી પાસેથી લેવામાં આવી હતી આ સાથે મછેલાઈ ગ્રામ પંચાયતમાં ચાલતા કામોની સમીક્ષા કર્યા બાદ ત્યાં થી પિસોઇ પંચાયતની મુલાકાત લેવામાં આવી હતી અને તેમના સાથે તાલુકા વિકાસ અધિકારી મકવાણા ખેતીવાડી વિસ્તરણ અધિકારી આરોગ્ય મેડિકલ ઓફિસર ડો પ્રિતેશપટેલ એ પી ઓ નરેગા સ્ટાફ આંગણવાડી cdpo આઈ આઈ ડી શાખાના કર્મચારીઓ બીજા તમામ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે  ડીડિયો તેજસ પરમાર દ્વારા તમામ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી

Share This Article