જીગ્નેશ બારીયા :- દાહોદ/ કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના બોરગોટામાં બે નરાધમોએ ૧૩ વર્ષની સગીરાનું મોટરસાયકલ પર અપહરણ કરી લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચરતા ખળભળાટ..
નરાધમોના ચૂંગાલમાંથી હેમખેમ છુટેલી સગીરાએ પરિવારજનોને આપવીતી જણાવી
સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસ બંને બળાત્કારીઓની શોધખોળમાં જોતરાઈ
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોરગોટા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે યુવકોએ એક ૧૩ વર્ષીય સગીરાનું મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ બંન્ને યુવકોએ સગીરા ઉપર સામુહિક બળાત્કાર ગુજારતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે બંન્ને યુવકોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ગત તા.૧૩મી જુલાઈના રોજ સવારના દશેક વાગ્યાના આસપાસ સીંગવડ તાલુકાના દાસા ગામે રહેતાં મહેશભાઈ નાનજીભાઈ નિનામા અને અશ્વિનભાઈ રયજીભાઈ નિનામા આ બંન્ને યુવકો મોટરસાઈકલ પર સવાર થઈ સીંગવડ તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષીય સગીરાના ઘરે આવ્યાં હતાં. સગીરાને બળજબરીપુર્વક મોટરસાઈકલ પર બેસાડી તેણીનું અપહરણ કરી લઈ બોરગોટા ગામે લઈ ગયાં હતાં જ્યાં ઉપરોક્ત બંન્ને યુવકોએ સગીરાની મરજી વિરૂધ્ધ બંન્ને યુવકોએ એકપછી એક સામુહિક બળાત્કાર ગુજાર્યાે હતો. બળાત્કારનો ભોગ બનેલ સગીરા ઉપરોક્ત બંન્ને યુવકોના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી હતી અને બળાત્કાર અને અપહરણની ઘટના વિશે પરિવારજનોને વાત કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
ઘટના બાદ સગીરાને લઈ પરિવારજનો રણધીકપુર પોલીસ મથકે દોડી આવ્યાં હતાં અને સગીરા સાથે બનેલ બનાવની ફરિયાદ સગીરાના પિતા દ્વારા રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઉપરોક્ત બંન્ને યુવકો વિરૂધ્ધ બળાત્કાર સહિત અપહરણનો ગુનો ગુનો નોંધી બંન્ને યુવકોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
———————————–