
કલ્પેશ શાહ : – સિંગવડ
સિંગવડ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગાયનેક તથા દાંતના ડોક્ટરના અભાવે દર્દીઓને પડતી મુશ્કેલી...
સાંસદના હોમ ટાઉનમાં આરોગ્ય કેન્દ્રોમાં તબીબોના અભાવ જોવા મળતાં દીવા તળે અંધારૂ જેવો ઘાટ સર્જાયો…
સિંગવડ તા.૦૫
સિંગવડ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક ડોક્ટર નહીં હોવાના લીધે ડીલેવરી વાળી મહિલાઓને ડીલેવરી કરવા માટે ગોધરા-દાહોદ લીમખેડા સંજેલી સંતરામપુર જેવા ગામોમાં ડીલેવરી કરાવવી પડતી હોય છે જ્યારે સરકાર દ્વારા દરેક સરકારી સામુહીક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે તો પછી સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ ગાયનેક ડોક્ટર નહીં હોવાથી ગરીબ પ્રજાને રૂપિયા ખર્ચીને બહારગામ જઈને ડીલેવરી કરાવી પડતી હોય છે જ્યારે આ સિંગવડ તાલુકાના આઠ પીએસસી દવાખાનામાં એક મોટું દવાખાનું હોય અને તેમાં પણ આ સુવિધા ઉપલબ્ધ નહીં હોય તો પછી સરકારી તંત્ર શું ધ્યાન રાખે છે તે એક વિચારવા જેવી બાબત છે જ્યારે આ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ડીલેવરી માટે આવતી મહિલાઓને ના કહીને બીજે જેવું પડતું હોય છે જે ખરેખર આ સામુહીક આરોગ્ય કેન્દ્રમા પ્રસુતિ વાળી સેવાઓ મળતી હોય તો મહિલાઓને પ્રસુતિ કરાવવા માટે બહારગામ જવાની જરૂર નહીં પડે અને અહીંયા થઈ જાય તેમના રૂપિયા પણ બચે અને તેમનો જીવ પણ બચી શકે તેમ છે જ્યારે આ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં દાંતના ડોક્ટર પણ નહીં હોવાના લીધે દાંતોની તકલીફ વાળા પેસેન્ટોને દાહોદ કે ગોધરા સુધી લાંબુ થવું પડતું હોય છે જો આ દવાખાનામાં દાંતના ડોક્ટર હોય તો ગરીબ પ્રજાને દાંતના દવા માટે બહારગામ લાંબુ નહીં થવું પડે અને તેમની દવા થઈ શકે તેમ છે પરંતુ આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ખાલી તાવ માથા માટે ખોલવામાં આવ્યું હોય તેમ લોકો માં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વે રોગોનું નિદાન અહીંયા થાય અને તેની દવા પણ અહીંયા થી દર્દીને મળી રહ તો તેને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કહેવાય તેમ છે જ્યારે આ દવાખાના માં અમુક ડોક્ટરોની અછત હોય તેમ લાગી રહ્યું છે માટે આના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કે સ્થાનિક નેતાઓ દ્વારા દવાખાનાઓની ડોક્ટરોની જગ્યા પુરવામાં આવે તેવી લોકોની માંગ છે.