કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડની તાલુકા પ્રાથમિક શાળા ખાતે સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો..
સીંગવડ તા.03
સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા ખાતે રંધીપુર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં રંધીપુર પીએસઆઇ એમએમ માલી દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તથા એસપીસીના વિદ્યાર્થીઓને જરૂરી જાણકારી આપવામાં આવી કે ઘરમાં કોઈપણ દારૂ પીને આવતા હોય તેમને દારૂ બંધ કરાવો તથા અમને જાણ કરવી જ્યારે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું કે પોલીસ પ્રજાનો મિત્ર છે પોલીસથી ડરવાની જરૂર નથી જ્યારે તમને કોઈપણ હેરાન કરતા હોય તો તેની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી તથા કોઈ પણ ગેરકાયદેસર ધંધા કરવા નહીં કોઈ ખોટા ધંધામાં ફસાવું નહીં વગેરે ની સુરક્ષા ને લગતી જાણકારી આપવામાં આવી હતી જ્યારે રંધીપુર પોલીસ દ્વારા બધા જ વિદ્યાર્થીઓને ભોજન કરવામાં આવ્યું હતું