Sunday, 13/07/2025
Dark Mode

સીંગવડ તાલુકાના કેસરપુર દૂધ ઉત્પાદક મંડલીના 13 વહીવટ કર્તાઓ સામે ઉચાપતની ફરિયાદ નોંધાઈ..

July 1, 2021
        1903
સીંગવડ તાલુકાના કેસરપુર દૂધ ઉત્પાદક મંડલીના 13 વહીવટ કર્તાઓ સામે ઉચાપતની ફરિયાદ નોંધાઈ..

નીલ ડોડીયાર :- દાહોદ/કલ્પેશ શાહ :- સીંગવડ

સીંગવડ તાલુકાના કેસરપુર દૂધ ઉત્પાદક મંડલીના 13 વહીવટ કર્તાઓ સામે ઉચાપતની ફરિયાદ નોંધાઈ 

દાહોદ તા.૩૦

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કેસરપુર ગામનો ચકચાર તેમજ કૌંભાંડકારી બનાવ સામે આવ્યો છે જેમાં ધી. કેસરપુર દુધ ઉત્પાદક સ.મં.લી.ના ચેરમેન દ્વારા સીકલના રોકડા રૂપીયા ૬૫૦૩૮.૮૨ ની ઉચાપત કરી પછીથી નાણાંની ભરપાઈ પણ કરી દેતાં પરંતુ આ મામલે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ દાહોદની કચેરી દ્વારા દિન – ૩૦માં આરોપી ચેરમેન વિરૂધ્ધ કાર્યવાહી કરવા કેસરપુર દુધ મંડળીના જવાબદાર સત્તાધિશોને બજવણી કરવા છતાંય પણ કેસરપુર દુધ ઉત્પાદક મંડળીના કર્મચારીઓ દ્વારા આરોપી વિરૂધ્ધ કાર્યવાહી નહીં કરતાં ચેરમેન સહિત કુલ ૧૨ વ્યક્તિઓ વિરૂધ્ધ જીલ્લા સહકારી મંડળી, દાહોદના સીનીયર ક્લાર્ક દ્વારા આ મામલે રણધીકરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સીંગવડ તાલુકાના કેસરપુર દૂધ ઉત્પાદક મંડલીના 13 વહીવટ કર્તાઓ સામે ઉચાપતની ફરિયાદ નોંધાઈ..સીંગવડ તાલુકાના કેસરપુર ગામે આવેલ ધી. કેસરપુર દુધ ઉત્પાદક સ.મં.લી. માં ચેરમેન તરીકે ફરજ બજાવતાં અમરસીંગભાઈ બલકાભાઈ ધાણકીઆએ તારીખ ૦૧.૦૪.૨૦૧૭ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન તેમના હસ્તકની સીલક રૂા.૬૫૦૩૮.૮૨ પુરાની ઉચાપત કરી હતી અને પછીથી નાણાંની ભરપાઈ કરી હતી. આ બાદ આ મંડળીમાં કાર્યરત એવા મફ્તભાઈ હીરાભાઈ

સીંગવડ તાલુકાના કેસરપુર દૂધ ઉત્પાદક મંડલીના 13 વહીવટ કર્તાઓ સામે ઉચાપતની ફરિયાદ નોંધાઈ..

ધાણકીઆ, બળવંતભાઈ મનાભાઈ બારીયા, જેસીંગભાઈ મનાભાઈ બારીયા, નરેશભાઈ અમરસીંગભાઈ ધાણકીઆ, હેમાભાઈ માનસીંગભાઈ પટેલ, નાનીબેન અમરસીંગભાઈ ધાણકીઆ, સમુડીબેન ભાવસીંગભાઈ બારીયા, બલકીબેન ધીરાભાઈ નાયક, દિનેશભાઈ અમરસીંગભાઈ ધાણકીઆ અને ભોપતભાઈ શંકરભાઈ પટેલનાઓએ ગુજરાત સરકાર કૃષિ અને સહકાર વિભાગ ઠરાવ ક્રમાંક પરચ -૧૦૨૦૧૨ – સં.સ-૪-ખ સચિવાલય ગાધીનગર તારીખ ૨૬.૦૬.૨૦૧૩ ના પેરા ૪ (૩) મુજબ જીલ્લા રજીસ્ટ્રારની કચેરીની નોટીસ જા.નં.ખસમ/૦૧/ગ//૧૨૬/૨૦૧૯ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ દાહોદની કચેરી રૂમ નંબર ૨૨૧, બીજાે માળ, જિલ્લા સેવા સદન, છાપરી, દાહોદ દ્વારા તારીખ ૧૬.૧૨.૨૦૧૯ની બજવણી થયાં પછી દિન – ૩૦માં આરોપી અમરસીંગભાઈ બલકાભાઈ ધાણકીઆ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી આ અન્ય ઉપરોક્ત ૧૨ જેટલા વ્યક્તિઓએ ન કરતાં આ સંબંધે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, દાહોદમાં સીનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં કેતનભાઈ દલસુખભાઈ તાવીયાડે ઉપરોક્ત ચેરમેન સહિત ૧૩ જણા વિરૂધ્ધ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!