કલ્પેશ શાહ, સિંગવડ
સિંગવડ તાલુકો બન્યાને પાંચ વર્ષ વીત્યા છતાં હજી ઘણી સુવિધાથી તાલુકો વંચિત..
સિંગવડ તાલુકાના પાંચ વર્ષ જેવા થવા આવ્યા છતાં હજી બસ સ્ટેશન જાહેર શૌચાલય પોસ્ટ ઓફિસ મામલતદાર ઓફિસનું મકાન તાલુકા હેલ્થ ઓફિસર ની ઓફિસ ટ્રેજેરી ઓફિસ સરકારી અનાજ ગોડાઉન ગેસ એજન્સી hdfc bank icici bank અનાજ લેવાનું ગોડાઉન બસની સુવિધાઓ સિંગવડ ગામમાં પાણીની પરબ બજારમાં ગંદા પાણીને નિકાલ માટે ગટરની વ્યવસ્થા સ્વચ્છતા માટે ગામમાંથી કચરો ફેંકવા માટે ઉકેડો તથા ગામમાંથી કચરો લેવાની કચરા ગાડી વગેરેનો અભાવ જોવા મળી રહ્યો છે જ્યારે આ તાલુકા બન્યા પછી પણ હજુ સુધી લીમખેડા તાલુકા પર નભવું પડતું હોય છે જ્યારે પોસ્ટ ઓફિસના કામ માટે લીમખેડા કે પીપલોદ જાય તો કામ થતું હોય છે જ્યારે બીજી હજુ ઘણી સુવિધા સિંગવડ તાલુકામાં નહીં હોવાના લીધે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જ્યારે શ્રમિકોને મજૂરી માટે બહારગામ જવા માટે સંજેલી લીમખેડા પીપલોદ કે ગોધરા સુધી બસમાં બેસવા જવું પડતું હોય છે જ્યારે સિંગવડ તાલુકામાં ઘણા ગામડા ના લોકોને મજૂરી કરવા બહારગામ જવા માટે બસોની સુવિધા પણ ઉપલબ્ધ નથી જ્યારે આ બધી સુવિધા તાલુકો વંચિત હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે..