કલ્પેશ શાહ ,સિંગવડ
સિંગવડ તાલુકામાં ગૌરવ યાત્રા કાર્યક્રમમાં કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત બાદ જાહેર સભા યોજાઈ.
સિંગવડ તાલુકાના લીમખેડા વિધાનસભા અને ધ્યાનમાં રાખીને લીમખેડા તથા સીંગવડ તાલુકાની સંયુક્ત ગૌરવ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ ગૌરવ્યાતનો રથ જીએલ શેઠ હાઇસ્કુલ ના મેદાનમાં આવી પહોંચતા ફટાકડાથી વધાવી લેવામાં આવ્યો હતો ત્યાર પછી કન્યાઓ દ્વારા આવેલા મહેમાનોનું આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાંથી ઢોલ નગારા સાથે મહેમાનોને મંચ સુધી લઈ જવામાં આવ્યા હતા જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો ભારતીબેન પવાર રમીલાબેન બારા રાજ્યસભાના સાંસદ હર્ષદ વસાવા પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી મહામંત્રી આદિજાતિ સાંસદ જશવંતસિંહ ભાભોર વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા પ્રમુખ સીતલબેન વાઘેલા લીમખેડા ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખશંકર અમલીયાર માજી ધારાસભ્ય વિંછીયાભાઈ ભુરીયા પ્રમુખ કાંતાબેન ડામોર કંચનબેન ભાભોર જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો પ્રભારીઓ સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ તથા મહામંત્રી તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
જ્યારે આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ડો ભારતીબેન ને સાંસદ જશવંતસિંહ ભાભોર શૈલેષ ભાભોર તથા કંચનબેન ભાભોર દ્વારા ખૂબ મોટો હાર પહેરાવી તથા સાંકળી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મંચ પર બિરાજમાન મહાનુભવોનું પુષ્પગુચ્છ તથા હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.